________________
૫૪
-
-
-
-
-
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત (૯૪) નારદભક્તિસૂત્ર નારદભક્તિસત્ર મહર્ષિ નારદની રચના છે. આ ગ્રંથમાં ૬૪ સૂત્ર છે. ગ્રંથની એમાં પ્રેમભક્તિની સર્વોત્કૃષ્ટતા બતાવી છે, અને તેને માટે વેદવ્યાસ, શુકદેવ આ ભક્ત આચાર્યોની સાક્ષી આપી છે.
ગ્રંથકાર લખે છે કે ભક્તોમાં જાતિ આદિનો કોઈ ભેદ નથી હોતો, ભક્તિ હૃદયની વસ્તુ છે. તે મંગાની પેઠે અનિર્વચનીય છે. જે એના સ્વાદને જાણે છે કે, બીજા સ્વાદ નીરસ લાગે છે. નારદજીએ નારદગીતા, નારદસ્કૃતિ આદિ બીજા ગ્રંથ પણ રચ્યા છે. નારદ પંચસૂત્ર નામનો ગ્રંથ અતિશય પ્રસિદ્ધ છે.
(લ્પ) નિષ્કુલાનંદજી નિષ્કુલાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ હતા. એમનું ગૃહસ્થાશ્રમની નામ લાલજી હતું. જાતે સુથાર હતા.
એક વાર સ્વામી સહજાનંદજી, લાલજીના ગામમાં પઘાર્યા હતા. તે સમયે સ્વામીજીએ લાલજીના પિતા પાસે એવી માગણી કરી કે અમને એક એવો માણસા આપો કે જે અમોને સુખે કચ્છ પ્રાંતમાં પહોંચાડી દે. લાલજી પોતે માર્ગદર્શક થઈને સ્વામીજીની સાથે ચાલવા લાગ્યા. માર્ગમાં સ્વામીનારાયણના પગે કાંટો વાગ્યો. લાલજી કાંટો કાઢવા લાગ્યા. તે વખતે સ્વામીજીના ચરણમાં શુભ સોળ ચિત્ર જોઈને લાલજીના મનમાં થયું કે આ જ સાક્ષાત્ ભગવાન છે. ત્યારથી સ્વામીજી પ્રત્યે લાલજીને ભક્તિ જાગી. પછી લાલજી નિષ્કુલાનંદ થયા. એમણે ગુજરાતી ભાષામાં! કવિતામાં લગભગ ૨૨ ગ્રંથો રચ્યા છે. તેમાં “ભક્ત ચિંતામણિ ઘણો મોટો ગ્રંથ છે. એમની બધી રચનાઓમાં વૈરાગ્યરસની પ્રઘાનતા છે. સ્વામીનારાયણ સંપ્રદાયના નવ નંદ કહેવાય છે, તેમાંના નિષ્કુલાનંદ પણ એક હતા.
(૯૬) નિરાંત કોળી નિરાંતનો જન્મ કરજણ તાલુકાના દેથાણ ગામમાં ઈ.સ.૧૭૪૭ માં થયો હતો અને દેહત્યાગ ઈ.સ.૧૮૩૫ માં થયો હતો. ભક્તિપરાયણ પિતા ઉમેદસિંહ અને માતા દેતાબાએ નાનપણથી ઘાર્મિક સંસ્કાર આપ્યા હતા. તે જ્ઞાતિએ બારેયા હતા. તે ભગવાનના અત્યંત ભક્ત હતા અને નાનપણથી કથાવાર્તા કરવા અને વડોદરામાં થતા વૈષ્ણવ ઓચ્છવોમાં હાજરી આપવા જતા. એમનાં કાવ્યોમાં વેદાંત જ્ઞાન તથા કૃષ્ણની ભક્તિ દેખાય છે. સંસારના સુખ વિષે તેઓ કહે છે : “સંસારનું સુખ મેળવવા પ્રયત્ન કરીએ તો ખોવાઈ જવું પડે. હું જે સુખની વાત કરું છું તેને પકડી શકાય. તે એની મેળે આવે તેમજ હંમેશ માટે ટકી રહે.”
Scanned by CamScanner