________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૫૩
તત્ત્વ એટલે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ. આ ગ્રંથના ગુજરાતીમાં અનેક અનુવાદો થયા છે.
(૯૨) નયચક્ર
દિગંબર સંપ્રદાયમાં અત્યારે બે નયચક્ર ઉપલબ્ધ છે. એક લઘુનયચક્ર અને બીજું બૃહદ્ નયચક્ર. પ્રથમ નયચક્રના કર્તા શ્રી દેવસેન સૂરિ છે. બીજાના કર્તા શ્રી માઈલ્લ ઘવલ છે. આ ગ્રંથનું બીજું નામ ‘દ્રવ્ય સ્વભાવ પ્રકાશક નયચક્ર' પણ છે, અને તેનું કારણ એ જણાય છે કે ગ્રંથમાં દ્રવ્યસ્વભાવાદિ કથનની સાથે સાથે નયોનું પણ કથન કરેલું છે તેથી આટલું લાંબું નામ રાખવામાં આવ્યું હશે. ગ્રંથ સંગ્રહાત્મક લાગે છે; કારણ કે એમાં શ્રી કુંદકુંદાચાર્યની ગાથાઓ તથા દેવસેનસૂરિનું નયચક્ર સમાવિષ્ટ છે. એમાં બાર અધિકાર છે ઃ ગુણ, પર્યાય, દ્રવ્ય, પંચાસ્તિકાય, સમતત્ત્વ, નવપદાર્થ, પ્રમાણ, નય, નિક્ષેપ, દર્શન, જ્ઞાન, ચારિત્ર.
જૈન સિદ્ધાંતનાં મુખ્ય તત્ત્વો સમજવા માટે આ ગ્રંથ તત્ત્વાર્થસૂત્રની જેમ બહુ ઉપયોગી છે. આત્માને જાણવા માટે નયવાદ પણ આવશ્યક છે. નયવાદ વિના કોઈ પણ વસ્તુનો યથાર્થ નિર્ણય થઈ શકતો નથી. એ ધ્યાનમાં રાખી ગ્રંથકર્તાએ વસ્તુ સ્વભાવ યથાર્થ રીતે સમજાવવાનો ખાસ પ્રયાસ કરેલો છે. તેથી તેઓ પ્રારંભમાં જ ‘સ્વપરોપકારાય’ લખીને એમ જણાવે છે કે આ ગ્રંથ હું મારા તથા અન્ય જીવોના ઉપકારને અર્થે લખું છું. વિષય સરલ અને બોધપ્રદ છે.
ગ્રંથકાર લખે છે કે આ આત્મા અશુદ્ધ સંવેદનથી કર્મ તથા નોકર્મને બાંધે છે, શુદ્ધ સંવેદનથી કર્મ અને નોકર્મથી મુક્ત થાય છે.
એક ગાથામાં તેઓ દર્શાવે છે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર જ મોક્ષનો માર્ગ છે, શુભ અશુભ કર્મ મોક્ષનો માર્ગ નથી પણ નિયમથી બંધનો પંથ છે. (ગાથા ૨૮૪) આ ગ્રંથ શ્રી માણેકચંદ દિગંબર જૈન ગ્રંથમાળા સમિતિએ છપાવીને ઈ.સ.૧૯૨૦માં પ્રસિદ્ધ કર્યો હતો.
(૯૩) નારદમુનિ
સામાન્યપણે લોકોને મન નારદ એટલે શિવ વિષ્ણુ આદિ દેવોમાં પ્રિય, નિર્દોષ, મશ્કરા મુનિ. તે જૈન અને વૈષ્ણવ બન્નેમાં સરખા પ્રચલિત છે, હરિહરાદિની જેમ સન્માનિત છે. એમનું જીવન ભક્તિમય છે. વ્યાસને ભક્તિમય ભાગવત લખવાની પ્રેરણા તેમણે આપેલી. ઘણી આખ્યાયિકાઓમાં નારદની વાતો આવે છે. બધે એક જ નારદની વાત છે એવું નથી. શ્રીમદ્ રાજચંદ્રકૃત મોક્ષમાળામાં સત્ય વિષેના તેવીસમા શિક્ષાપાઠમાં આવતી વાતમાં નારદ ભિન્ન છે. જૈનમાં ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષો’માં પરંપરાએ નવ નારદ મનાય છે.
Scanned by CamScanner