________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત વળી ઘોરીભાઈ શ્રી અંબાલાલના સમાગમ અર્થે ખંભાત પણ થોડું થોડું રડી આવતા. પરમકૃપાળુદેવના અત્યંત ગાઢ સમાગમનો અનંત લાભ ઘોરી ભગતે ઘણી વખત લીઘો. રોમ રોમ શ્રદ્ધાભક્તિથી તેઓ રંગાઈ ગયા હતા. કાવિઠા સ્થા નિવૃત્તિને અર્થે ઉત્તમ લાગવાથી જિંદગીનો પાછલો ભાગ તેઓ ત્યાં જ રહ્યા તથા ત્યાં જ તેમનો દેહત્યાગ થયો હતો.
| (૮૯) નમિરાજર્ષિ જુઓ ભાવનાબોઘ તૃતીય ચિત્ર ઃ એકત્વ ભાવના
(૯૦) નરસી મહેતા નરસી મહેતા શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. આજે પણ એમનાં પદો માત્ર ગુજરાતમાં નહીં, પણ સમસ્ત ભારતમાં ભક્તો આનંદપૂર્વક ગાય છે. એમનો જન્મ જૂનાગઢમાં વડનગરા જાતિના નાગર બ્રાહ્મણ કુળમાં થયો હતો. નાનપણથી સત્સંગ પ્રત્યે ઘણી રુચિ હોવાથી તે સાધુ સંતોનો સમાગમ કરતા. મહેતાને એક કૃષ્ણ ભક્તિ સિવાય બીજું કંઈ ચતું નહીં તેથી આજીવિકામાં મુશ્કેલી આવતી. પ્રભુભક્તિને લીધે બધું સારું થતું. એક વાર એમની કન્યાનું લગ્ન હતું. બધા માણસો જમવા બેઠા હતા, ત્યારે ઘી ખૂટ્યું. મહેતા હાથમાં ઘીનું વાસણ લઈને બજારમાં જવા નીકળ્યા. માર્ગમાં ભજનકીર્તન થતું જોઈને ત્યાં જ બેસી ગયા, ઘી લઈ જવાનું ભૂલી ગયા. ભક્તવત્સલ ભગવાન નરસીનું રૂપ ઘારણ કરીને ઘી લઈને ઘરે પહોંચ્યા તથા ભોજનનું કામ નિર્વિધ્રપણે પૂર્ણ થયું.
આ પ્રમાણે બીજા પણ ઘણા ચમત્કારો છે. પણ ભક્તોને એવા ચમત્કારોની ઇચ્છા નથી હોતી. શ્રીમજી પત્રાંક ૨૩૧ માં લખે છે: “પરમાત્માએ એમના પરચા પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોને એવી ઇચ્છા ન હોય, અને તેવી ઇચ્છા હોય તો રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય.”
“વૈષ્ણવજન તો તેને રે કહિયે જે પીડ પરાઈ જાણે રે.” નરસી મહેતાનું આ પદ મહાત્મા ગાંધીજીને પણ અતિ પ્રિય હતું. નરસી મહેતાનાં પ્રભાતિયાં જગજાહેર છે.
(૯૧) નવતત્વ નવતત્ત્વ ગ્રંથમાં શ્રી જિનેન્દ્રપ્રભુએ કહેલાં નવ તત્ત્વોનું સ્વરૂપ તત્ત્વજિજ્ઞાસુઓને કંઈક વિશેષ સ્પષ્ટ રીતે સમજાય તે અર્થે લખેલું છે. જૈન સંપ્રદાયમાં નવતત્ત્વ વિશેષપણે પ્રચાર પામેલા છે. તેઓનાં નામ આ પ્રમાણે છે–જીવ, અજીવ, આસ્રવ, બંઘ, સંવર, નિર્જરા, મોક્ષ, પુણ્ય તથા પાપ. આમાં મુખ્ય બે તત્ત્વો જ છે. જીવ અને અજીવ. આ બે તત્ત્વોના સંયોગ તથા વિયોગથી બીજા તત્ત્વોથી ઉત્પત્તિ થાય છે.
Scanned by CamScanner