________________
૫૦.
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ભાષાંતર શ્રીમદે કરેલું તે શ્રી ઘારશીભાઈને અવગાહન અર્થે મોકલેલું તેની સાથે પત્રાંક ૮૬૬માં શ્રીમદ્ લખે છે–“હે આર્ય! દ્રવ્યાનુયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વઘારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.” બીજા પણ અનેક પત્રો તેમના ઉપર શ્રીમદે લખેલા.
સંવત ૧૯૫૭ના ચૈત્ર સુદ ૧૩થી ચૈત્ર વદ ૪ સુઘી ઘારશીભાઈ શ્રીમની અંતિમ અવસ્થા સમયે રાજકોટ હાજર હતા. ચોથની સાંજે મોરબી જવા તેમણે શ્રીમદ્ભી રજા માગી, ત્યારે શ્રીમદે વારંવાર તેમને પૂછ્યું કે ઉતાવળ છે? થોડા દિવસમાં પાછો આવીશ એમ ઘારશીભાઈએ કહ્યું. એટલે શ્રીમદ્જીએ કહ્યુંઘારશીભાઈ, ઘણું કહેવાનું છે. અવસર નથી. અમારા સમાગમે ત્રણ પુરુષો સ્વરૂપને પામ્યા છે—સૌભાગ્યભાઈ, અંબાલાલ તથા મુનિશ્રી લલ્લુજી. પછી રજા લઈ ઘારશીભાઈ પૂ.મનસુખભાઈ કીરતચંદ મહેતા જે દર્શનાર્થે આવેલા તેમની સાથે મોરબી ગયા. બીજે દિવસે શ્રીમના દેહોત્સર્ગના સમાચાર તેમને મળ્યા. છેલ્લા અઠવાડિયામાં શ્રીમદે કેટલાંક કાવ્યો ઘારશીભાઈ પાસે લખાવ્યા હતાં.
મોરબીથી શ્રી અંબાલાલને શ્રી ઘારશીભાઈ શ્રીમદ્ભા નિર્વાણના સમાચાર આપતા પત્રમાં લખે છે–“ખરેખરી સેવાનો લાભ લીંબડીવાળા પૂજ્ય શ્રી મનસુખભાઈ તથા મોરબીવાળા પૂજ્ય શ્રી પ્રાણજીવનભાઈએ લીઘો છે. (શ્રીમ) તે સાક્ષાત્ આત્મદર્શી પુરુષને અમુક મુદત પહેલાં પુરુષ વેદનો ક્ષય થયો હતો. તે વાત, દેવાધિદેવના મુખારવિંદે સાંભળી હતી. તેઓ વખતોવખત ડૉક્ટર વગેરેને સૂચના કરતા કે હું આર્ય છું, માટે અનાર્ય ઔષધિ મારા ઉપયોગમાં ન જાય તેમ કરજો.”
તેમની સેવા વખતે વાતચીત થતી તે ઉપરથી હું કહું છું કે તેમને પુરુષવેદ ક્ષય થયો હતો, ક્ષાયિક સમ્યકત્વ હતું, આત્મજ્ઞાન સંપૂર્ણ હતું, સંઘયણ વજઋષભ નારાચ હતું તથા કેમ જાણે ઘણાં કર્મ આ ટૂંકા સમયમાં વેદી પૂરા કરવાનાં હોય એમ જણાતું હતું. વળી પોતે પૂજ્ય શ્રી મનસુખભાઈને એમ પણ પ્રકાશેલ કે હવે પછી હું કોઈ પણ માને રોવરાવીશ નહીં.”
શ્રી ઘારશીભાઈને પછીથી શ્રીમદ્જીનો વિરહ વિશેષ વેદાયો અને શ્રી લલ્લજી સ્વામી પાસેથી શ્રીમદ્જીની આજ્ઞા પામી સત્સંગ અર્થે તેઓ ખંભાત રહેતા હતા. તેમની આખર અવસ્થા વખતે શ્રી લલ્લુજી સ્વામીના સહયોગી શ્રી મોહનલાલજી મહારાજ તથા નાના ભાઈ રણછોડભાઈ હાજર હતા; તે તેમના સમાધિમરણના પુરુષાર્થને વારંવાર વખાણતા હતા. લગભગ ૭૫ વર્ષની ઉંમરે સંવત ૧૯૭૫ના માગશર માસમાં સમાધિપૂર્વક તેમણે ખંભાતમાં દેહ છોડ્યો હતો.
Scanned by CamScanner