________________
અત્યંત લોકપ્રિય છે
ઇતિઓ તથા ગ્રંથોનો પરિચય (૫) ધર્મબિંદુ
૪૯ આ ગ્રંથ શ્રી હરિભદ્રસૂરિનો છે. સૂરિના અન્ય ગ્રંથોની જેમ આ ગ્રંથ પણ હોકપ્રિય છે; તેનું કારણ એ છે કે એમાં શ્રાવક તથા સાધુ બન્નેનાં કર્તવ્યનું તથા સચોટ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં આઠ પ્રકરણ છે તેમાંના વાં ત્રણ પ્રકરણમાં શ્રાવક સંબંધી કથન છે, અને પાછળના પાંચ પ્રકરણમાં
ના આચાર અને છેવટે તીર્થંકરપદપ્રાપ્તિના કારણો બતાવેલ છે. આ ગ્રંથ ઉપદેશગ્રંથ છે તથા એમાં નાના નાના વાક્યો-સૂત્રો આપેલાં છે, અને તે ઉપર ની મનિચંદ્રસૂરિની સંસ્કૃત ટીકા છે. તેનું ગુજરાતી ભાષાંતર થયું છે.
(૮૬) ધર્મસંગ્રહણી આ મહાન ગ્રંથ પણ જૈન શાસનના સૂર્ય સમાન શ્રી હરિભદ્રસૂરિનો છે. એમાં નિષ્પક્ષપાતપણે અસત્યને એક બાજુ રાખીને સત્યનું જ પ્રતિપાદન કર્યું છે. પ્રથમ ઘર્મ શબ્દની વ્યાખ્યા કરીને, ઘર્મ કરનાર જીવની પ્રરૂપણા કરી છે. ત્યારપછી જીવને ન માનનારા એવા ભૌતિકવાદીઓ એટલે નાસ્તિકોને જીવસિદ્ધિ કરી બતાવી છે. પછી જીવનું અનાદિપણું, અમૂર્તપણું, ભોક્તાપણું, પરિણામીપણું, આત્મા તથા જ્ઞાનનો સંબંઘ, તેની સાથે પાંચ જ્ઞાનોની વ્યાખ્યા અને છેવટે વીતરાગપણાની સિદ્ધિ અનેક સુંદર તથા ભાવપૂર્ણ ઉક્તિઓથી કરેલી છે. - એમાં શ્રી હરિભદ્રસૂરીએ વેદાંતાદિ બઘા દર્શનોની પર્યાલોચનાપૂર્વક જૈનઘર્મને પૂર્વાપર અવિરોઘ સિદ્ધ કર્યો છે એમ શ્રીમદ્જી “ઉપદેશનોંઘ' ૨૦ માં જણાવે છે.
(૮૭) ઘારશીભાઈ મોરબીના રહીશ તથા ન્યાયાધીશ દારશીભાઈ કુશળચંદ સંઘવી, શ્રીમને - નાની ઉમરમાં પણ પ્રભાવશાળી પુરુષ માનતા. કચ્છના હેમરાજ તથા માલસીભાઈ નામના બે ભાઈઓને વિચાર થયેલો કે શ્રીમદ્ રાજચંદ્ર અવઘાન કરે છે તેમને કાશી ભણવા મોકલીએ તો તેમનાથી ઘર્મની પ્રભાવના થાય. તે વિચારે તે ઘારશીભાઈને ત્યાં મોરબી આવેલા, પરંત જાતિસ્મરણજ્ઞાન ઉપરાંત અનેક અતિશયો તેમનામાં ઈને તેમનો કાશી મોકલવાનો આગ્રહ ન રહ્યો. ઘારશીભાઈએ પણ કાશી ભણવા જાત્રામને સલાહ આપેલી, પણ પછી સમજાયેલું કે તેમને તેવા જ્ઞાનનો અભ્યાસ કરવાની જરૂર નહોતી. તેઓ પોતે જ્ઞાનાવતાર જ હતા.
ધારશીભાઈ કર્મગ્રંથના સારા અભ્યાસી હતા. તેમની પાસે પરમકૃપાળુદેવે શિન વિષે ચાર આખા કાગળ ભરાય તેવો નિબંધ લખાવરાવેલો. “ક્રિયાકોશ”
હિદી ગ્રંથનો અભ્યાસ કરી તેના ઉપર નિબંધ લખવાની પણ તેમને શ્રીમદે જલામણ કરેલી, તેનો અમલ પણ તેમણે કર્યો હતો. “પંચાસ્તિકાયનું ગુર્જર
Scanned by CamScanner