________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિત પરદેશમાં પણ પુણ્ય એને સદાય સહાયતા કરી. જ્યાં જ્યાં એ ગયો ત્યાં ત્યાં એનો ખૂબ જ આદર સત્કાર થયો. ફરતો ફરતો એ કૌશાંબી નગરીમાં આવ્યો. ત્યાં રાજદરબારમાં મણિની પરીક્ષા થતી હતી, પણ કોઈ કરી શક્યું નહીં. ધનાભટ્ટે મણિની પરીક્ષા કરી. રાજાએ ખુશ થઈ પોતાની કન્યા પરણાવી.
ત્યાં એક તળાવ ખોદતું હતું. કેટલું કામ થયું તે જોવા ઘનાભદ્ર હંમેશા ત્યાં જતો હતો. એક દિવસ તેણે ત્યાં પોતાનું કુટુંબ મજૂરી કરતું જોયું. તે જોઈ ઘનાભદ્રને અતિશય દયા આવી. પછી ઓળખાણ પાડીને બધી વાત પૂછી. પિતાએ કહ્યું-ભાઈ, તારા ગયા પછી અમારી બઘી લક્ષ્મી કોણ જાણે ક્યાં જતી રહી, અમે ભિખારી થઈ ગયા ને પેટ ભરવા આમ તેમ ફરતા અહીં આવ્યા છીએ; ઘનાભદ્ર આ વાત જાણીને ઘણો દુઃખી થયો, કુટુંબને પોતાની સાથે રાખ્યું ને સુખી કર્યું.
એક વખત સુભદ્રા, ઘનાભદ્રને સ્નાન કરાવતી હતી કે તેને પોતાના ભાઈનો સંસારત્યાગ સાંભરી આવવાથી રડવું આવ્યું અને એની આંખમાંથી આંસુનું ટીપું ઘનાભદ્રની પીઠ પર પડ્યું. ઘનાભઢે રડવાનું કારણ પૂછ્યું. સુભદ્રાએ કહ્યું, માથે રાજા વર્તે છે, તે સાંભળી મારા ભાઈ શાલિભદ્રને વૈરાગ્ય થયો છે. તેથી તે હંમેશાં એક એક સ્ત્રીનો ત્યાગ કરે છે, અને બત્રીસ દિવસમાં બત્રીશ સ્ત્રીઓને ત્યાગ કરી દીક્ષા લેવાનો છે. ઘનાભદ્રે કહ્યું-ઘણું આશ્ચર્ય! બત્રીસ દિવસ સુધી કાલ પારઘીનો વિશ્વાસ શી રીતે રખાય? એ કંઈ વૈરાગ્ય કહેવાય? તારો ભાઈ તો કાયર છે. સુભદ્રા બોલી–બોલવું સહેલું છે, પણ કરવું મુશ્કેલ છે. તમે એટલું તો કરી બતાવો.
સુભદ્રાના કટાક્ષવચન સાંભળી મનમાં કંઈ પણ ખોટું લગાડ્યા વિના ઘનાભદ્ર નાહતા નાહતા ઊડ્યા અને આઠે સ્ત્રીઓનો ત્યાગ કરી શાલિભદ્રને સાથે લઈ જઈ દીક્ષા લીધી. પછી તપ તપીને બન્ને સદ્ગતિ પામ્યા. શ્રીમદ્જી પત્રાંક ૪૭૭ માં લખે છે: ““માથે રાજા વર્તે છે. એટલા વાક્યના ઈહાપોહ(વિચાર)થી ગર્ભશ્રીમંત એવા શ્રી શાલિભદ્ર તે કાલથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા... આવા સત્પરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે. તે કિયા બળે કરતો હશે? તે વિચારી જોવા યોગ્ય છે.”
(૮૪) ઘરમશી મુનિ ઘરમશી મુનિનો જન્મ જામનગરમાં થયો હતો. એમના ગુરુનું નામ શિવજી ઋષિ હતું. ઘરમશી મુનિએ લોંકાગચ્છમાં શિથિલાચાર જોઈને તેથી જુદા પડી જઈ સં. ૧૯૮૫માં દરિયાપુરી સંપ્રદાયની સ્થાપના કરી હતી. એ મુનિ અવધાન પણ કરી શકતા હતા. એમણે ૨૭ સૂત્રો પર “ટવા લાગ્યા છે.
૧. ઘનાભદ્રની પત્ની, શાલિભદ્રની બહેન
Scanned by CamScanner