________________
૪૬
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત કાઢી, બાળી, જાળી, ફૂંકી, મૂકી, તેનું સ્નાનસૂતક કરી, તેનો દહાડો પવાડો કરી શાંત થાઓ; છૂટી જાઓ, શમાઈ જાઓ; શાંતિ, શાંતિ, શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરો. જ્ઞાની સદ્ગુરુનાં ઉપદેશેલાં વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે તો તે આરાધના એ જ મોક્ષ છે, મોક્ષ બતાવે છે.’’
શ્રી સદ્ગુરુના સ્વરૂપની અપૂર્વતા ભાસવાથી શ્રી દેવકરણજીનો અહંકાર ગળી ગયો. પછી તો વ્યાખ્યાન કરવું પડે તે પણ તેમને ગમતું નહીં. જે અહંભાવની પ્રેરણાથી વ્યાખ્યાનમાં રસની જમાવટ કરતા, સંગીત આદિથી પ્રભાવ પાડતા તે બધું પડી ભાગ્યું. તેથી સાંભળનાર પણ કહેતા કે હવે તો પહેલાંના દેવકરણજી રહ્યા નથી. આમ જનરંજન વૃત્તિ ટળી ગઈ અને આત્મોન્નતિનો લક્ષ વધ્યો.
ઈડરના પહાડોમાં શ્રીમદ્ભુના સમાગમથી સર્વ મુનિવરોમાં ઓર ખુમારી આવી હતી. શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીને શ્રીમદ્ભુ ચોથા આરાના મુનિ તરીકે વર્ણવતા. શ્રી દેવકરણજી વિહાર કરતા કચ્છમાં ગયેલા ત્યાંથી ગુજરાતમાં સં. ૧૯૫૫ ના ચાતુર્માસ પહેલાં આવતાં તાપમાં પિપાસા પરિષહ સહન કરી કચ્છનું રણ ઊતરી ગયાના સમાચાર શ્રીમદે જાણ્યા ત્યારે તેમને લખ્યું : “હે આર્ય! જેમ રણ ઊતરી પા૨ને સંપ્રાપ્ત થયા, તેમ ભવસ્વયંભૂરમણ પારને સંપ્રાપ્ત થાઓ !’’
વીરસદમાં શ્રી દેવકરણજીને સં. ૧૯૫૮માં થોરીનો કાંટો વાગ્યો, તે પાકવા લાગ્યો અને હાડકું સળવા લાગ્યું. તેથી ડોળી કરી તેમને ખંભાત લઈ જવામાં આવ્યા. ક્લોરોફૉર્મ સુંઘાડી બેભાન કરી ઑપરેશન કરવાની જરૂર હતી. પણ શ્રી દેવકરણજીએ કહ્યું, તમારે જેમ કરવું હોય તેમ કરો પણ બેભાન થવાની દવા ન આપો. ડૉક્ટર સ્થાનકવાસી જૈન હતા, તેથી તેમણે બને તેટલી સંભાળપૂર્વક ઑપરેશન કર્યું. પણ હાડકા સુધી સળો ફેલાયો હતો; તેથી ફરી હાડકું કાપવાની જરૂર જણાઈ, તે પણ દવા સુંઘાડ્યા વિના તેમણે કરવા કહ્યું. અત્યંત ઘીરજ રાખી તે વેદના તેમણે સહન કરી, પણ સડો મટ્યો નહીં. આમ સાત વાર ઑપરેશન કરવું પડ્યું. ઑપરેશન વખતે તેઓ સ્વગત બોલતા : ‘હે જીવ! ઘણાંને ઉપદેશ દીધો છે કે દેહ અને આત્મા ભિન્ન છે, તો હવે તું ઉપદેશ લે.” આમ પોતે પોતાને બોધ દઈ આત્મસ્વસ્થતા ટકાવતા. છેલ્લા ઑપરેશનમાં તેમનો દેહ છૂટી ગયો, પણ તે સદ્ગુરુશરણ અને આત્મભાવ ભૂલ્યા નહીં; અને સમાધિમરણ સાધ્યું.
(૮૦) દેવચંદ્રજી મહારાજ
શ્રી દેવચંદ્રજી શ્વેતાંબર સંપ્રદાયમાં એક પ્રસિદ્ઘ અઘ્યાત્મી પુરુષ થઈ ગયા છે. એમનો જન્મ મારવાડમાં બિકાનેર પાસેના ગામમાં વિ.સં.૧૭૨૦માં થયો હતો. પિતા તુલસીદાસ અને માતા ધનબાઈ હતા. ખરતરગચ્છના શ્રી દીપચંદજી સાથુ
Scanned by CamScanner