________________
૪
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત જે સમાજ અધ્યાત્મને ભૂલી ગયો હોય તેને વ્યાવહારિક તથા પારમાર્થિક મોડે દર્શાવી શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવવી એ આ ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ છે. આમાં જ્ઞાન ભક્તિ, કર્મ, મનનિરોઘ તથા વ્યવહારનું નિરૂપણ છે.
એક દશકમાં શ્રી સ્વામી રામદાસ મૂર્ખનાં લક્ષણો લખતાં લખે છે કે મૂર્ખના બે પ્રકાર છે - એક સામાન્ય મૂર્ખ અને એક વેદિયાઢોર જેવા (પઢતમૂખ) વિશેષ મૂર્ખ જેના ઉદરમાં આવીને જન્મ લીઘો હોય તેની સાથે જે વિરોઘ કરે, પોતે પરોપકાર કરી જાણે નહીં, ઉપકાર કરનારનો જે અપકાર કરે, થોડું કરીને વધારે દેખાડવાનો પ્રયત્ન કરે, પરસ્ત્રી પ્રત્યે પ્રેમ રાખે, કુટિલ મનવાળો હોય, ઘીરજ તથા હિંમત વિનાનો હોય તે સામાન્ય મૂર્ખ છે. જે બહુશ્રુત અને બુદ્ધિમાન થઈને બ્રહ્મજ્ઞાનની વાતો કર્યા છતાં મનમાં દુરાશા અને અભિમાન રાખે તે પઢત મૂર્ખ છે. આવી રીતના જ સર્વ દશકો છે જે મુમુક્ષુઓને અતિ ઉપયોગી છે. મૂળગ્રંથ મરાઠી ભાષામાં છે. પણ એનું ગુજરાતી ભાષાન્તર સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય અમદાવાદથી પ્રકાશિત થયું છે. સ્વામી સમર્થ રામદાસ મહારાજ છત્રપતિ શિવાજીના ગુરુ હતા.
(૭૮) દીપચંદજી શ્રી દીપચંદજી મહારાજ સ્થાનકવાસી સાધુ હતા અને લીંબડી સંઘાડામાં આગેવાન ગણાતા. તે વિહાર કરતા સાયલા ગયા, ત્યાં તેમને શ્રી સૌભાગ્યભાઈનો સમાગમ થયેલો. તેમના શાસ્ત્રજ્ઞાન અને વ્યાખ્યાનની શ્રી સૌભાગ્યભાઈ ઉપર છાપ પડી. તેથી તેમના વિષે શ્રી સોભાગ્યભાઈને એવી ઇચ્છા થઈ કે આ મહારાજ જો સંત સમાગમમાં આવે અને કંઈ અધ્યાત્મ સમજે તો જન સમુદાય તથા સંપ્રદાયનું વિશેષ કલ્યાણ થાય. પરંતુ શ્રીમદ્જીને તેમનામાં ઘર્મઘગસ જણાઈ નહીં, તેથી શ્રી સૌભાગ્યભાઈને લખતા કે હજી તેમને સંઘાડાનો મોહ ઘટ્યો નથી. ચેલા કરવાની, ક્ષેત્રોની સંભાળ રાખવાની અને રૂઢ ક્રિયાની મહત્તા મંદ પડ્યા વિના જ્ઞાનપિપાસા જાગવી દુષ્કર છે. પત્ર ૧૭૦, ૧૭૬, ૨૫૫, ૪૩૦માં તે મુનિ વિષે શ્રીમદ્જીએ ખુલ્લે ખુલ્લું કડક ભાષામાં લખ્યું છે, તે દરેક ઘર્મઆરાઘકે વિચારવા જેવું છે.
(૭૯) દેવકરણજી મુનિ વટામણના સામાન્ય ભાવસાર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તે રંગરેજનો ઘંઘો કરતા હતા. એક દિવસે રંગના કુંડામાં પડીને મરી ગયેલો દેડકો તેમણે જોયો. તે ઉપરથી તેમના સંસ્કારી હૃદયને આઘાત લાગ્યો અને સદાને માટે તે ઘંઘો તેમણે છોડી દીઘો. આજીવિકા ચાલે કે ન ચાલે પણ હિંસા કરીને પેટ ભરવું નથી એમ તેમણે નક્કી કર્યું. રોજ ઉપાશ્રયમાં જઈને સામાયિક કરતી લલ્લુભાઈ નામના શ્રીમંત પણ તે ઉપાશ્રયમાં સામાયિક કરવા આવતા. માંદગીને નિમિત્તે તેમનું મન
Scanned by CamScanner