________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત છોડવો
૪૨
ધર્મ માત્ર પ્રભુપ્રાપ્તિનો માર્ગ છે. આ સંસ્થામાં દાખલ થના૨ને પોતાનો ધર્મ પડતો નથી. કોઈ એક વ્યક્તિને કે કોઈ પણ પુસ્તકને છેવટના પ્રમાણ તરીકે તેમ માનવામાં આવતા નથી—આ રીતે તે જુદો ધર્મ કે સંપ્રદાય નથી.
શ્રીમતી એનીબિસેન્ટે આ મંડળની ઉન્નતિ માટે ઘણો ઉદ્યોગ કર્યો છે. તેમણે શ્રીમદ્ ભગવદ્ગીતાનું ગદ્યપદ્ય ભાષાંતર કર્યું છે જેનો ગુજરાતી અનુવાદ આ મંડળે ઈ.સ.૧૮૯૯માં મુંબઈથી પ્રસિદ્ધ કર્યો છે.
(૭૪) દયાનંદ સરસ્વતી
સ્વામી દયાનંદનો જન્મ સં. ૧૮૮૧માં મોરબી રાજ્યના ટંકારા ગામમાં થયો હતો. એ જાતિના બ્રાહ્મણ હતા, નાનપણથી જ બુદ્ધિશાલી હતા. મિથ્યાવ્રત તથા ધાર્મિક ઢોંગ પ્રત્યે એમને અતિશય અરુચિ હતી.
પોતાના વિવાહ સંબંધી વાત સાંભળી દયાનંદ ઘર છોડીને ચાલ્યા ગયા તથા ઘણા મહાત્માઓનો સમાગમ કર્યો. એમણે એક મહાત્માની પાસે રહીને સંસ્કૃત તથા વેદોનો ખૂબ જ અભ્યાસ કર્યો અને પછી ફરી ફરીને વૈદિક ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. કાશી જઈને ત્યાંના પંડિતો સાથે એમણે વાદવિવાદ કર્યો હતો. સ્વામી દયાનંદે આર્યસમાજની સ્થાપના કરી છે અને સત્યાર્થ પ્રકાશ નામનું એક પુસ્તક લખ્યું છે જેમાં પ્રાયઃ બધા ધર્મોનું ખંડન કરવામાં આવ્યું છે. શ્રીમદ્જીએ મોક્ષમાળા શિક્ષાપાઠ ૯૮ માં એમના નામનો ઉલ્લેખ કર્યો છે.
(૭૫) દયારામ (ઈ.સ.૧૭૭૬–૧૮૫૧)
કવિ દયારામનો જન્મ નર્મદાકાંઠે ચાણોદમાં સાઠોદરા જ્ઞાતિમાં થયો હતો. નાનપણમાં જ તેમના પિતા મરણ પામ્યા. માતાનો તેમના પર કાબૂ નહોતો. તે સ્વભાવે રસિક, મનસ્વી અને મોજીલા હતા. નર્મદાનું રમણીય વાતાવરણ તેમની પ્રકૃતિને અનુકૂળ હતું. તે રખડું બન્યા; સંગીત અને વાદિત્રનો શોખ પણ કેળવ્યો. માતાના મરણ બાદ મોસાળ ડભોઈમાં રહ્યા. ત્યાં ‘ક્ષળપિ લનસંગતિરેજા મતિ મવાળુંવતરને નૌળા' અનુસાર સ્વામીશ્રી કેશવાનંદના સમાગમે તેમના જીવનમાં પલટો આણ્યો; તેમની વૃત્તિ થર્માભિમુખ બની. શ્રી ઇચ્છારામની પ્રેરણાથી તેમણે અઢાર વર્ષની ઉમ્મરે તીર્થયાત્રાઓ આરંભી. તેમના રખડુ સ્વભાવનું સાફલ્ય ત્રણ મહાયાત્રાઓમાં પરિણમ્યું. બદરિકાશ્રમ, દ્વારિકા, રામેશ્વર, જગન્નાથાદિનાં સાત સાત પર્યટનોમાં તેમના ઊર્મિશીલ હૃદયને વૈષ્ણવોની કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો. વ્રજ અને હિંદી ગીતોનો પણ અચ્છો પરિચય થયો. રસિક વલ્લભ’ નામનો સુંદર ગ્રંથ સાંપ્રદાયિક પદ્ઘતિએ તેમણે લખ્યો છે. એટલે એમની કવિતામાં પ્રેમભક્તિનું
Scanned by CamScanner