________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિી ૪૦
(૭૧) ત્રિભુવનદાસ માણેકચંદ ખંભાતના મુમુક્ષુ ત્રિભુવનદાસ પરમકૃપાળુદેવના લાંબા પરિચયમાં આ પ્રસિદ્ધ મુમુક્ષુ અંબાલાલભાઈના તેઓ સહચારી મિત્ર હતા. એમના પિતા માણેકચંદ શેઠ તથા મોટા ભાઈ છોટાભાઈ તથા બે નાના ભાઈઓ સુંદરદાસ ના નગીનદાસ એ સર્વેને પરમકૃપાળુદેવના પ્રત્યક્ષ સત્સંગનો અપૂર્વ રંગ લાગેલ નગીનદાસ તો અંબાલાલભાઈ સાથે પરમકૃપાળુદેવના અત્યંત ગાઢ પરિચય આવેલા અને અંબાલાલભાઈનો દેહત્યાગ જે દિવસે થયો તે દિવસે તે જ કલાકે નગીનદાસનો સમાધિસહિત દેહત્યાગ થયો હતો.
માણેકચંદ શેઠે પરમકૃપાળુદેવને કહેલું કે – અમારા ઉપર કૃપા કરી અમારું કલ્યાણ કરો. પરમકૃપાળુદેવે કહ્યું કે “માણેકચંદભાઈ, છ આની બળ કરો, તો ૧૦ આની અમે ઉમેરી દઈશું.” એટલે કે થોડાક તમે પાસે આવો, સન્મુખ થાઓ તો બાકીનું સન્દુરુષ પૂરું કરશે જ. - અમદાવાદમાં જૂઠાભાઈને ઘેર અંબાલાલભાઈને પરમકૃપાળુદેવનાં પત્રો પ્રથમ વાંચવાનો અપૂર્વ લાભ મળેલ, તે વખતે પણ ત્રિભુવનદાસ સાથે હતા.
મુંબઈમાં પરમકૃપાળુદેવના પ્રથમ દર્શન કરવા અંબાલાલભાઈ સાથે ત્રિભુવનદાસ ગયેલા. એક વખત સાંજના ચોપાટી દરિયાકાંઠે પરમકૃપાળુદેવ સાથે ત્રિભુવનદાસ ફરવા ગયેલા. પરમકૃપાળુદેવે કહ્યું–“ત્રિભુવનદાસ, તમારામાં જે છે. તે સહજાનંદ સ્વામીમાં ન હતું, સહજાનંદ સ્વામીમાં જે હતું તે તમારામાં નથી. દોઢ પુગલ પરાવર્તન પછી સહજાનંદ સ્વામી માર્ગ પામશે.”
એક વાર ત્રિભુવનદાસે પરમકૃપાળુદેવને કહ્યું કે આનંદઘનજી જ્ઞાની ખરા, પણ દેવચંદ્રજી એવા નહીં. પરમકૃપાળુદેવે કહ્યું, દેવચંદ્રજીની ચોવીશીનું નવમું સ્તવન, “દીઠો સુવિધિ નિણંદ સમાથિરસે ભર્યો બોલો. ત્રિભુવનદાસ એ સ્તવન બોલ્યા. પછી પરમકૃપાળુદેવે કહ્યું “કહો, આનંદઘનજી કરતાં કઈ રીતે દેવચંદ્રજી ઊતરતાં છે?
ત્રિભુવનદાસ જૂના મુમુક્ષુ, પરમકૃપાળુદેવની છાપ છે.” આ શબ્દો પરમકૃપાળુ પ્રભુશ્રીજીના છેલ્લા બોઘમાં આવે છે. પરમકૃપાળુદેવના અનંત કલ્યાણકારી સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રની લયમાં સમાધિ સહિત તે દેહત્યાગ કરી ગયા હતા.
(૭૨) ગ્રંબકલાલ સૌભાગ્યચંદ સાયલાના પ્રસિદ્ધ મુમુક્ષુ સૌભાગ્યભાઈના વડીલ પુત્ર ત્રંબકલાલ પરમ કૃપાળુદેવના સમાગમમાં ઘણી વખત આવેલા.
Scanned by CamScanner