________________
૩૮
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત શ્રી ઝવેરભાઈના વડીલ પુત્ર શ્રી મનસુખભાઈએ પરમકૃપાળુદેવનાં દર્શન સમાગમનો અપૂર્વ લાભ લીધો હતો. પરમકૃપાળુદેવના પરમોત્કૃષ્ટ વીતરાગસ્વરૂપ બોઘામૃતના પાનથી શેઠશ્રી મનસુખભાઈ ખૂબ જ રંગાયા હતા. શ્રીમદ્ રાજચંદ્ર
આશ્રમ (અગાસ)ના તેઓ વ્યવસ્થાપક ટ્રસ્ટી હતા.
(૬૮) ઠાણાંગ
આ આગમ ગ્રંથ છે. એમાં દશ અધ્યયન છે. તેના પ્રથમ અધ્યયનમાં એક સંખ્યાવાળા પદાર્થોનું વર્ણન છે. ત્યારપછી બે, ત્રણ, ચાર, પાંચ ઇત્યાદિ દશ સંખ્ય સુઘીની વસ્તુઓ કહેલી છે, જેમ કે પ્રથમ અધ્યયનમાં ‘એગે આયા’ એટલે એક આત્મા છે. તેનો અર્થ એ છે કે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આત્મા એક છે. આવી રીતે જ એક દંડ છે, એક ક્રિયા છે, એક લોક અને એક અલોક છે. ત્યારપછી બે વસ્તુઓનું કથન છે. એમ દશ દશ પદાર્થોનું વર્ણન જાણવું. શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રાંક ૫૪૨ માં ઠાણાંગની ચોભંગીનો સવિસ્તર ખુલાસો કરેલ છે. સંખ્યાના કોષ જેવી રચના છે.
(૬૯) ડુંગરશી ગોસળિયા
સાયલાના ડુંગરશી ગોળિયા સૌભાગ્યભાઈના ખાસ પરિચયી હતા. તેમણે કેટલીક યોગની શક્તિઓ પ્રાપ્ત કરેલી હતી. જિન સિદ્ધાંત અને વેદાંતશાસ્ત્રોના સારા જાણકાર હતા. પરમકૃપાળુદેવે એમને પર્વતને નામે જેમનું નામ છે, અચલ, આર્ય સ્થવિર વગેરે નામોથી સંબોધ્યા છે. પરમકૃપાળુદેવે અનંત કરુણા કરીને એમને સાચા આત્મધર્મ પ્રત્યે પ્રેરેલા. પરમકૃપાળુ સત્પુરુષ પ્રત્યેના સાચા ભક્તિભાવથી તેઓ પૂરેપૂરા રંગાયેલા. સાચી મૂલગત શ્રદ્ધા એમના આત્મામાં સ્થિર થયેલી.
વીરસદના તલાવ પાસેની ઘર્મશાળામાં એક દિવસ પરમકૃપાળુદેવ પધારેલા. એક યોગી પરમકૃપાળુદેવ પાસે આવીને કહેવા લાગ્યો ઃ યોગ સંબંધી મારે ચર્ચા કરવી છે. પરમકૃપાળુદેવે કહ્યું કે પેલા ઝાડ નીચે બેઠેલા ડુંગરશીભાઈ પાસે તમે જઈને યોગ સંબંધી પ્રશ્નોત્તર ચર્ચા કરો. ડુંગરશીભાઈ પાસે પેલો યોગી આવ્યો અને કહ્યું કે યોગ સંબંધી ચર્ચા કરવી છે. ડુંગરશીભાઈએ કહ્યું કે યોગ એ ચર્ચાનો વિષય નથી, પણ ક્રિયાનો, આચરણનો વિષય છે. એક કોથળામાં બેસો અને મોઢું સીવી એ કોથળો આ તળાવમાં નાખીએ. આ કાંઠેથી પેલે કાંઠે કોણ જાય તે જોઈએ. આ વાત સાંભળી યોગી ૨વાના થઈ ગયો. પછી મુમુક્ષુઓએ પરમકૃપાળુદેવની આજ્ઞા માગી , ડુંગરશીભાઈને કોથળામાં નાખી મોઢું સીવી તળાવમાં નાખીએ ? પરમકૃપાળુદેવે ાથમ ના પાડી પણ મુમુક્ષુઓની તેમની શક્તિ જોવાની ઇચ્છા જોઈ હા પાડી.
Scanned by CamScanner