________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૩૭
ભગવાન મહાવીરના નિર્વાણ પછી ગૌતમ, સુધર્મા અને જંબુસ્વામી એમ ત્રણ કેવલી થયા છે. ત્યાં સુધીની જૈન પરંપરામાં મતભેદ જણાતો નથી. જંબૂકુમાર એક સુધર્માચાર્યનો ઉપદેશ સાંભળી તે સોળ વરસની ઉંમરમાં સંસાર શ્રેષ્ઠીપુત્ર હતા. ત્યાગ કરવા તૈયાર થયા, તેથી તેમના માતાપિતાને ઘણો ખેદ થયો. તેઓએ કુમારને વિવાહ માટે ઘણો આગ્રહ કર્યો. જંબૂકુમાર વિવાહ માટે તૈયાર ન હતા. પણ માતાપિતાનો અતિ આગ્રહ જોઈને એક દિવસ માટે પરણ્યા. માતા મનમાં એમ સમજતાં હતાં કે સ્ત્રીમોહ છોડવો દુષ્કર છે, તેથી પુત્ર સંસારમાં રહી જશે, પણ બન્યું વિપરીત.
લગ્નની રાત્રે આઠે સ્ત્રીઓ જંબૂને સ્વલક્ષથી ચલિત કરવા અનેક યત્ન કરે છે. તે સમયે એક ચોર પોતાના સાથીઓ સાથે ઘરમાં પેસીને માલ ઉપાડવા માંડે છે. જંબૂના પ્રભાવથી તે સ્તંભિત થઈ જાય છે અને બધી વાત ગુપ્ત રીતે સાંભળી સવારે જંબૂ સાથે પોતે ૫૦૦ ચોર સહિત દીક્ષા લે છે. આઠ સ્ત્રીઓ, તેમના માતાપિતા અને જંબુસ્વામીના માતાપિતા બધા મળીને ૫૨૭ જણ સાથે દીક્ષા લે છે. જંબુસ્વામીની કથા અત્યંત વૈરાગ્યોત્પાદક છે.
(૬૭) ઝવેરભાઈ ભગવાનદાસ
શ્રી ઝવેરભાઈના પિતા શ્રી ભગવાનદાસ મારવાડથી વ્યાપાર અર્થે કાવિઠા આવ્યા હતા અને ત્યાં જ સ્થિર થઈ ગયા હતા. શ્રી ઝવેરભાઈ અત્યંત ઉદાર અંતઃકરણના સેવાભાવી મુમુક્ષુ હતા. નાનપણથી સાધુસંતોના સત્સંગની રુચિવાળા હોવાથી સૂરત અમદાવાદ આદિ ઘણે સ્થળે ગયેલા. એમની વિનંતીથી ઘણા સાધુ સંતો કાવિઠા આવતા. એમની વિનંતીથી ભાદરણના પ્રસિદ્ધ મુમુક્ષુ શ્રી ઘોરીભાઈ ભગત તથા સુણાવના ભક્ત મુમુક્ષુ શ્રી મુનદાસ કાવિઠા આવતા અને રહેતા.
પરમકૃપાળુદેવ સંવત ૧૯૫૧ તથા ૧૯૫૪માં કાવિઠામાં ઝવેરભાઈને ઘેર બિરાજેલા. શ્રી ઝવેરભાઈના પુત્રી શ્રી મણીબેન પૂર્વના પ્રબળ સંસ્કારી અને તીવ્ર જિજ્ઞાસુ હતા. એ વૈરાગ્યચિત્ત આત્માર્થી પુણ્યાત્માએ પરમકૃપાળુદેવના સત્સંગ સમાગમ તથા પરમોત્કૃષ્ટ બોઘામૃતનો પૂરેપૂરો લાભ લીઘો. પરમકૃપાળુદેવે કહેલું કે મણીબેન સમકિતી આત્મા છે. શ્રી ઝવેરભાઈએ પણ પરમકૃપાળુદેવની સેવાનો અપૂર્વ લાભ લીધો.
શ્રી ઝવેરભાઈનાં પુત્રી શ્રી ઇચ્છાબેનના પતિ શ્રી છોટાભાઈ મુંબઈમાં વ્યાપાર અર્થે રહેતા. શ્રી છોટાભાઈએ પરમકૃપાળુદેવના સત્સંગ સમાગમનો ઘણો લાભ લીધો હતો. શ્રી છોટાભાઈએ શ્રી ઝવેરભાઈને કહેલું કે પરમકૃપાળુદેવ એક મહાન સમર્થ જ્ઞાની છે. પરમકૃપાળુદેવના નિર્વાણ પછી શ્રી ઝવેરભાઈ વખતોવખત પરમકૃપાળુ શ્રી લઘુરાજ સ્વામીજીના સત્સંગ સમાગમમાં આવતા.
Scanned by CamScanner