________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૩૫ (૧૨) જડભરત ભરત રાજ્યનો ત્યાગ કરીને એક નદી કિનારે શાંતચિત્તે જાપ કરતા હતા. દિવસે એક હરણી તે નદી કિનારે પાણી પીવા આવી. એટલામાં સિંહનો અવાજ ભળીને તે હરણી ભય પામીને છલાંગ મારીને નદીના પેલે પાર જતી હતી. ત્યાં તો ગર્ભસ્થ બચ્ચે પાણીમાં પડી ગયું. હરણી મરણ પામી. બચ્ચાને નિરાધાર જોઈને રતને એની ઉપર દયા આવી, તેથી તે બચ્ચાને નદીમાંથી કાઢીને પોતાના આશ્રમમાં લાવી તેનું લાલન-પાલન કરવા લાગ્યા. ઘીરે ઘીરે ભરતને તે બચ્ચામાં મોહ થયો. બચ્ચાને જો ન જુએ તો ભારતનું મન આકુળવ્યાકુળ થઈ જતું ને આમતેમ શોઘવા લાગતા. ઈશ્વરપરાયણ ભરત ઈશ્વરની આરાઘના કરવાનું ભૂલી જઈ પેલા હરણની જ સેવા કરવા લાગ્યા.
એક દિવસે તે હરણનું બચ્ચું આશ્રમમાંથી ક્યાંય જતું રહ્યું. તેથી ભરતને ઘણો ખેદ થયો. રાત દિવસ હરણની ચિંતાથી દુઃખી રહેવા લાગ્યા. મરણ સમયે પણ ભરત હરણને ન ભૂલી શક્યા. તેથી “યા મતિઃ સા ગતિઃ” પ્રમાણે ભરત મરીને હરણ થયા. આયુ પૂર્ણ થયે હરણના શરીરનો ત્યાગ કરીને તેઓ એક બ્રાહ્મણને ત્યાં અવતર્યા. ત્યાં પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવવાથી તે મૌન રહ્યા અને ઉદાસપણે ઉન્મત્તની સમાન આમ તેમ ફરી હરિ ધ્યાનમાં લીન રહેતા હતા અને ઘરનું કંઈ કામ કરતા નહીં, તેથી ઘરમાંથી એમને કાઢી મૂક્યા. શ્રીમદ્જી પત્રાંક ૧૭૩માં લખે છે કે“ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી અને તેથી જડભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવા કારણથી અસંગતા બહુ સાંભરી આવે છે.”
(૬૩) જનક જનક ઈક્વાકુ વંશના રાજા નિમિના પુત્ર હતા. એમની રાજઘાની મિથિલા નગરી હતી. રાજા જનક રાજ્યકાર્ય કરવા છતાં તેથી જળકમળવત્ ભિન્ન રહેતા હતા. તેથી એ મહાન કર્મયોગી ગણાય છે અને જનક રાજર્ષિ તથા જનકવિદેહી નામથી પણ પ્રસિદ્ધિ પામેલા છે. વેદાંત શાસ્ત્રોમાં જનક માટે અનેક પ્રકારની કથાઓ આવે છે. મોટા મોટા ઋષિઓ જનકની સભામાં આવતા અને આત્મચર્ચા કરી સંતોષ પામતા. એમની પુત્રી સીતા (જાનકી) રામને વરી હતી.
(૬૪) જૂઠાભાઈ જૂઠાભાઈ અમદાવાદના શ્રી જેસંગભાઈ ઉજમશીભાઈના નાના ભાઈ હતા અન પૂર્વના સંસ્કારી જીવ હતા. સં.૧૯૨૩ના કાર્તિક સુ.૨ ના દિવસે તેઓ જમ્યા eતા અને સં. ૧૯૪૬ના આષાઢ સુ.ને દિવસે માત્ર તેવીસ વર્ષની ઉંમરે તેમણે સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો હતો. તેમણે અંગ્રેજી ચાર ચોપડી સુધીનો અભ્યાસ
GIR SER
Scanned by CamScanner