________________
૩૪
-
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત અને શાંતરસથી ભરપૂર છે. શ્રીમદ્જીએ પત્રાંક ૨૫૦ માં લખ્યું છે કે “છોટમ જ્ઞાની પુરુષ હતા, પદની રચના બહુ શ્રેષ્ઠ છે.
(૯૦) છોટાલાલ છોટાલાલ માણેકચંદ ખંભાતના શ્રાવક હતા અને ત્રિભુવનદાસના મોટા ભાઈ હતા. તેમનો જન્મ સં.૧૯૧૪માં થયો હતો અને દેહત્યાગ સં.૧૯૮૩ના મહા સુદ ૬ના રોજ થયો હતો. પરમકૃપાળુ દેવના સમાગમમાં તેઓ ઘણી વખત આવેલા. પ્રથમ સમાગમ અંબાલાલ લાલચંદના ડેલે થયેલો ત્યારે પરમકૃપાળુદેવે આજ્ઞા કરી કે-છોટાભાઈ, આનંદઘનજીનું વિમલનાથ ભગવાનનું સ્તવન બોલોઃ વિમલજિન દીઠાં લોયણ આજ. એ સ્તવન બોલતાં બોલતાં સાક્ષાત્ વિમલનાથ ભગવાનના પ્રત્યક્ષ દર્શનનો લાભ મળી ગયો હોય એવો ભાવ પ્રગટ થયેલો એમ છોટાભાઈ પાસેથી સાંભળેલ છે.
મુંબઈમાં પરમકૃપાળુદેવે છોટાભાઈને કહ્યું—“છોટાભાઈ, તમારા મન, વચન, કાયાના યોગ સત્પરુષને અર્પણ કરી દો, તો અનંતભવનું સાટું વળી જાય.” પરમકૃપાળુદેવના ચરણમાં છોટાભાઈએ તરત જ ઉલ્લાસપૂર્વક સાષ્ટાંગ દંડવતું નમસ્કાર કર્યા અને પરમકૃપાળુદેવની આજ્ઞા અંગીકાર કરી. ત્યારે તેમનું ચિત્ત ઉપશાંત થઈ ગયું હતું. છોટાભાઈ ઉપર થોડાક બોઘપત્રો લખાયાં છે. છોટાભાઈ ખૂબ જ સરલ ભદ્રિક પ્રકૃતિના હતા. - મુંબઈમાં આઠ રુચક પ્રદેશ સંબંથી વાત નીકળી હતી, તે વિષે છોટાભાઈ લખે છે–“શ્રી પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે આત્મા અસંખ્ય પ્રદેશ છે. તે બઘા પ્રદેશ અવરાયેલ છે તો પણ આઠ પ્રદેશ ખુલ્લા છે એમ કહેલ છે. તે એમ ન સમજવું કે અમુક જ આઠ પ્રદેશ ખુલ્લા છે, પણ અસંખ્યાત પ્રદેશમાં બધો મળી આઠ પ્રદેશ જેટલો ખુલ્લો અવકાશ છે.”
રાળજમાં શ્રીમદ્ કોઈ કોઈ કડીઓ મોટેથી વારંવાર ઉચ્ચારતા તેની નોંઘ ભાઈ છોટાભાઈએ આમ કરી છે–
“જગી હૈ જોગકી ધૂની; બરસત હૈ બુંદેશ દૂની;
પિયાલા પ્રેમકા પીયા, ઉન્હોને માની લીયા.” વિષય-વાસના ટાળો, વ્રજ સુંદરી, બાઈ આણો આતમ જ્ઞાન” “વલવલે વૈકુંઠનાથ ગોપી; મને મારશે મારી માત, ગોપી. મને જાવા દે આણી વાર, ગોપી તારો માનીશ બહુ ઉપકાર.” - “કોઈ માઘવ લ્યો, હાંરે કોઈ માઘવ લ્યો.”
Scanned by CamScanner