________________
૩૨
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત
(૫૭) ચિલાતીપુત્ર ચિલાતીપુત્રનો જીવ પૂર્વભવમાં યજ્ઞદેવ નામનો બ્રાહ્મણ હતો. ચારિત્ર પ્રત્યે જુગુપ્સા રાખવાથી મરીને રાજગૃહનગરમાં ઘનાવહ શેઠની ચિલાતી નામની દાસીને પેટે અવતર્યો તેથી લોકો તેને ચિલાતીપુત્ર કહેવા લાગ્યા. ચિલાતીપુત્રની પૂર્વભવની ભાર્યા તે જ શેઠને ત્યાં કન્યારૂપે જન્મી હતી. ચિલાતીપુત્ર શેઠની કન્યા સાથે ઘણો પ્રેમ કરતો હતો. કન્યાની સાથે કુચેષ્ટા કરતાં જોઈને શેઠે તેને ઘેરથી કાઢી મૂક્યો. તે ચોરોની ટોળીમાં ભળ્યો અને કાળક્રમે તેઓનો નાયક થઈ પડ્યો. એકદા તેણે પોતાની ટોળી સાથે તે ઘનાવહ શેઠને ત્યાં ઘાડ પાડી અને તેમનો માલ તથા કન્યાને ઉપાડી ગયો. સિપાહીઓ પાછળ પડ્યા, તેથી ક્યાનું માથું કાપી સાથે લઈને વન તરફ નાસવા માંડ્યો. આગળ જતાં એક મુનિને જોઈને ઘમોપદેશની માગણી કરી. મુનિએ તેને યોગ્ય જીવ જાણીને કહ્યું: “તારે શમ, વિવેક અને સંવરમાં રહેવું જોઈએ!”
આ સાંભળીને ચિલાતીપુત્રના પૂર્વભવના સંસ્કારો જાગૃત થયા, તથા તે ત્યાં જ કાયોત્સર્ગમાં અડોલ ધ્યાને ઊભો રહ્યો. લોહીને લઈને બહુ કીડીઓ આવી અને તેના શરીરને ચાલણીની પેઠે છિદ્રવાળું કરી નાખ્યું તો પણ તે પોતાના ધ્યાનથી વિચલિત ન થયો અને અઢી દિવસ ભયંકર ઉપસર્ગ સહન કરીને દેવલોકે ગયો.
(૫૮) ચંદ્રપ્રભ ભગવાન પ્રાચીન સમયમાં આ ભારતવર્ષમાં ચંદ્રપુરી નામની એક અતિ પ્રસિદ્ધ નગરી હતી. ત્યાં મહાસેને રાજા રાજ્ય કરતા હતા. તેની પટરાણીનું નામ લક્ષ્મણા હતું. આ લક્ષ્મણાએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. તે પુત્ર સંસારમાં અદ્વિતીય કાંતિવાળો તથા શક્તિવાળો હતા. દેવોએ તેનો સાનંદ જન્માભિષેક કર્યો. તેના શરીરની કાંતિ ચંદ્રની કાંતિ કરતાં પણ વિશેષ હતી. તેથી માતાપિતાએ તેનું નામ ચંદ્રપ્રભ પાડ્યું. યુવાવસ્થામાં આવતા ચંદ્રપ્રભને માતાપિતાએ પરણાવ્યો. પિતાએ રાજગાદી આપી. ચંદ્રપ્રભ ભગવાને ન્યાયપૂર્વક રાજ્ય કર્યું. એમના રાજ્યમાં પ્રજા સુખ અને શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરતી હતી. માણસોને કોઈ જાતનો ત્રાસ ન હતો. આ પ્રમાણે રાજ્યનું પાલન કરતા પ્રભુને કેટલોક કાલ વ્યતીત થઈ ગયો.
એક દિવસે એક દેવ અત્યંત વૃદ્ધ માણસનું રૂપ ઘારણ કરીને ભગવાનની રાજસભામાં આવીને બોલ્યો કે-“હે રાજાધિરાજ! આપ જેવા રક્ષક હોવા છતાં યમરાજા મને કાલે ઉપાડી જશે એમ મેં સાંભળ્યું છે, તો આપ મને બચવાનો કોઈ ઉપાય હોય તો દર્શાવો. જો આપ મને ન બચાવી શકો તો હું એમ જ માનીશ કે યમરાજા જ બળવાન છે.” એમ કહી તે ત્યાંથી તરત જ ચાલતો થયો. સભાજનોએ ભગવાનને પૂછ્યું કે આ કોણ હતું? ભગવાને અવધિજ્ઞાનથી જાણીને કહ્યું કે આ
Scanned by CamScanner