________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
(૫૫) ચાર વેદ વેદ હિંદુઓના પ્રાચીન ગ્રંથો છે. વેદનો અર્થ જ્ઞાન થાય છે. તે સમયના અષિમનિઓએ વેદોમાં સામાન્યપણે જે પોતાને અનુભવ થયો તે અનુભવ જ ગાયા
જો કે તેઓ વેદોને અપૌરુષેય માને છે. છતાં રચના પરથી તે ઘણા પ્રાચીન લાગી છે વેદજ્ઞાન ચાર વિભાગોમાં વિભક્ત છે - (૧) વેદ - એમાં “ઋચાઓ”નો, દેવતાઓની પ્રાર્થના અને સ્તુતિઓનો સંગ્રહ છે. (૨) યજુર્વેદ એમાં દેવતાઓના યજનયજ્ઞ સંબંધી સવિસ્તર વર્ણન કરેલું છે. (૩) સામવેદ - એ ઘણે ભાગે ઋગ્યેદની ઋચાઓનો જ બનેલો છે અને એમાં એ ઋચાઓનાં ગાન છે. (૪) અથર્વવેદ એ મૂળ “અથર્વન' નામના બ્રાહ્મણોનો વેદ છે, એમાં કેટલીક ત્રસ્વેદની ઋચાઓ (સ્તુતિઓ) છે, અને તે ઉપરાંત અભિચાર (જાદુ) પ્રયોગના મંત્રો વગેરે છે.
દરેક વેદના ત્રણ ત્રણ વિભાગ છે - (૧) સંહિતા (૨) બ્રાહ્મણ અને (૩) આરણ્યક તથા ઉપનિષદ એટલે ભક્તિ. કર્મ અને જ્ઞાન એ જ સંહિતાદિનો મુખ્ય વિષય છે એમ લાગે છે. શ્રીમદ્જી મહાત્મા ગાંધીજીના પ્રશ્નોમાંના એક પ્રશ્નના ઉત્તરમાં લખે છે–“ઘણા કાળ પહેલાં વેદ થયા સંભવે છે. પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી. તેમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે.” (પત્રાંક ૪૩૦, પ્રશ્ન ૯મો)
જૈન પદ્ધતિએ ચાર વેદનાં નામો આ પ્રમાણે છે - પ્રથમાનુયોગ (કથાનુયોગ), ચરણાનુયોગ, ગણિતાનુયોગ તથા કરણાનુયોગ. પ્રથમનુયોગમાં મહાપુરુષોના ચરિત્રો આવે છે, ચરણાનુયોગમાં મુનિ તથા સાઘકોના આચારનું વર્ણન હોય છે, ગણિતાનુયોગમાં લોકનું તથા કમનું વર્ણન હોય છે, અને દ્રવ્યાનુયોગમાં પદાર્થોના સ્વરૂપનું કથન હોય છે.
ન (પ૯) ચિદાનંદજી શ્રીમદ્જીના જન્મવર્ષે ચિદાનંદજીનો દેહવિલય થયો હતો. એમનું મૂળ નામ કપૂરવિજય હતું. અધ્યાત્મરસિક હોવાથી પછીથી કપૂરવિજયમાંથી ચિદાનંદ થયા. એમનો વિશેષ પરિચય શ્રીમદ્જીએ પત્રાંક ૨૨ માં સ્વરોદય જ્ઞાનના લેખમાં પોતે આપેલ છે. એમનું એક પદ બહુ સૂચક છેઃ
આ “લાખ બાતકી બાત યહ, તોકું દેય બતાય;
પરમાતમ પદ જો ચહે, રાગ દ્વેષ તજ ભાય.” કોઈએ એમની પાસે મોક્ષમાર્ગની માંગણી કરી ત્યારે એમણે આ પદ કહ્યું. પેલા ભાઈએ વિશેષ કહેવા કહ્યું ત્યારે ચિદાનંદજીએ કહ્યું કે વિશેષ જોઈએ તો બીજી દૂકાનો ઘણી છે, ત્યાં જાઓ.
Scanned by CamScanner