________________
૨૯
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
ઇચ્છા પલાયન કરી ગઈ. તેઓ વિચારવા લાગ્યા કે અહો ! આ તો કોઈ મહાન પુરુષ છે, આની સાથે વાદવિવાદ કરવાનું મેં ખોટું સાહસ કર્યું; હવે મારે શું કરવું? એટલામાં ભગવાને કહ્યું, હે ઇન્દ્રભૂતિ! તું અત્રે ભલે આવ્યો. એ સાંભળી ઇન્દ્રભૂતિને આશ્ચર્ય થયું, પણ પછી વિચાર કરવા લાગ્યા કે હું જગતમાં પ્રસિદ્ધ છું મારું નામ કોણ ન જાણે ? ત્યાર પછી ભગવાન બોલ્યા કે “હે ઇન્દ્રભૂતિ ! તમારા મનમાં ‘જીવ છે કે નહીં’ એવી શંકા છે તે તમને વેદના અમુક પદો પરથી ઉત્પન્ન થઈ છે અને તેનું સમાઘાન આમ છે.’’ આ પ્રમાણે ભગવાને જીવનું અસ્તિત્વ સિદ્ધ કરી આપ્યું તેથી ગૌતમ ભગવાનના પ્રધાન શિષ્ય બની ગયા.
પ્રભુએ પોતાનાં નિર્વાણ સમયે ગૌતમસ્વામીને કોઈ એક ગામમાં દેવશર્મા બ્રાહ્મણને બોધવા અર્થે મોકલ્યા હતા. તેને પ્રતિબોધીને પાછા વળતા ગૌતમે શ્રી વીર પ્રભુનું નિર્વાણગમન સાંભળ્યું. તેથી તેમના મનને ઘણો આઘાત લાગ્યો. મુનિ છતાં શોકના સમુદ્રમાં ડૂબી ગયા. પછી વિચાર આવ્યો કે વીતરાગ કોઈ પર રાગ કરે નહીં; હું વ્યર્થ રાગ રાખું છું.આમ રાગ છૂટી જતાં તરત તેમને કેવળજ્ઞાન થયું.
એમનું નામ ઇંદ્રભૂતિ હતું અને ગૌતમ એમનું ગોત્ર હતું. પણ વ્યવહારમાં તેઓ ગૌતમસ્વામીના નામે જ ઓળખાય છે.
(૫૦) ગૌતમ ઋષિ
ગૌતમ ઋષિ ન્યાયદર્શનના આદ્યપ્રણેતા મનાય છે. ન્યાયસૂત્ર એમના જ બનાવેલા છે. ન્યાયસૂત્રના રચનાકાલના સંબંધમાં વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક એને ઈસા પૂર્વની રચના માને છે, ત્યારે.બીજાઓ પછીની રચના કહે છે. (૫૧) ગોમ્મટસાર
.
ગોમ્મટસાર કર્મસંબંધી એક ઉચ્ચ કોટિનો પ્રાકૃત દિગંબરીય ગ્રંથ છે. એના જીવકાંડ અને કર્મકાંડ એમ બે વિભાગ છે. જીવકાંડમાં ગતિ આદિ માર્ગણાઓનું વિસ્તારપૂર્વક વિવેચન છે. કર્મકાંડમાં કર્મપ્રકૃતિઓની સત્તા, બંધ, ઉદય, ઉદીરણા તથા કર્મપ્રકૃતિઓ કેટલી છે, કેવી રીતે બંધાય છે, ઇત્યાદિ સંબંધી વિસ્તૃત વર્ણન છે. કર્મપ્રકૃતિઓને સમજવા માટે આ એક જ ગ્રંથ પૂરતો છે. આ રચના શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીની છે. આ સિવાય બીજા પણ એમના રચેલા ગ્રંથો છે, જેમ કે ક્ષપણાસાર, લબ્ધિસાર, ત્રિલોકસાર. આ બધા ગ્રંથો સૂક્ષ્મ સિદ્ધાંતકથનથી પૂર્ણ ભરેલા છે. શ્રીમદ્ભુએ ગોમ્મટસારના સ્વાઘ્યાયની ભલામણ મુમુક્ષુઓને કરી છે. ગ્રંથકર્તાનો સમય ઈ.સ. ૧૧૦૦ મનાય છે. આના ઉપર સંસ્કૃત તથા હિંદી ટીકા પણ છે. ગોમ્મટસાર કર્મકાંડ અને જીવકાંડ બન્ને આશ્રમ તરફથી પ્રકાશિત થાય છે.
Scanned by CamScanner