________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
(૫) ખીમજીભાઈ શ્રી ખીમજીભાઈ અંજારના રહીશ હતા. પરમકપાળદેવના બનેવી ટોકરી મહેતાના ભાઈ થાય.
તેઓ પરમકૃપાળુદેવના સમાગમમાં ઘણી વખત આવેલા. મુંબઈમાં રહેતાએમના ઉપર થોડાક બોઘપત્રો લખાયાં છે. શ્રી રેવાશંકર જગજીવનની પેઢીએ તે શ્રીમદ રાજચંદ્રના સમાગમ અર્થે વારંવાર જતા. એક વખત રેવાશંકરભાઈએ તેમને ઘમકાવ્યા અને કહ્યું કે તમે લોકો એમને ગાંડા કરી નાખશો, કામ વગર અહીં આવવું નહીં. તેથી તે જતા રહ્યા. પણ શ્રીમદ્જી તેમને ત્યાં મળવા ગયા, અને તેમને ખોટું લાગ્યું હોય તે દૂર કરવા તેમને પૂર્વભવનો સંબંઘ કહી બતાવ્યો કે જ્યારે અમે રાજકુંવર હતા ત્યારે તમે પ્રધાન હતા. પત્રાંક ૨૩૬માં શ્રીમજી લખે છે–
ખીમજીમાં કેટલીક સમજવાની શક્તિ સારી છે; પરંતુ યોગ્યતા રેવાશંકરની વિશેષ છે. યોગ્યતા, જ્ઞાનપ્રાપ્તિ માટે બહુ બળવાન કારણ છે.”
(૪૬) ખુશાલભાઈ ખુશાલભાઈ ખંભાતના મુમુક્ષુ હતા. સુપ્રસિદ્ધ મુમુક્ષુ શ્રી અંબાલાલભાઈના તે સાળા થાય. અંબાલાલભાઈના સંગથી પરમકૃપાળુદેવનાં દર્શન સમાગમનો અપૂર્વ લાભ તે પામ્યા હતા. તેમના સમાધિમરણ અર્થે પરમકૃપાળુદેવે પત્રાંક ૬૯૨ લખ્યો હતો અને પરમકૃપાળુદેવની આજ્ઞાથી પ્રભુશ્રીજીએ ખુશાલભાઈને ઘેર જઈ એમને બ્રહ્મચર્યનાં પચખાણ આપ્યાં હતાં, અને સમાધિમરણ કરાવ્યું હતું.
અંબાલાલભાઈએ ખુશાલભાઈને જાગૃતિ આપવા એક પત્ર લખેલ છે જે નીચે પ્રમાણે છે- “જીવને સચેત ઉપયોગ સ્ત્રી આદિ પદાર્થોમાં રહી શકે છે તેવો ઉપયોગ થર્મમાં નથી રહેતો અને જીવ શ્રેય થવું ઇચ્છે છે એ બને કે કેમ? સુલભ અને સર્વોત્તમ જે સ્મરણ કરવાનો ભક્તિમાર્ગ એ જ આરાઘવા ભલામણ કરી આ પત્ર પૂરો કરું છું.”
પરમકૃપાળુની અનંત કરુણાથી ખુશાલભાઈ સાવઘાન થઈ ગયા. સ્મરણમાં ઉપયોગ રાખી શાંતિથી, સમતાથી, સમાધિથી સંવત ૧૯૫૨ માં દેહત્યાગ કરી પરમ દુર્લભ એવો આ મનુષ્યદેહ સફળ કરી ગયા. •
(૪૭) ગજસુકુમાર જુઓ મોક્ષમાળા શિક્ષાપાઠ ૪૩ અનુપમ ક્ષમા
(૪૮) ગોશાલક જૈનાગમ પ્રમાણે મંખલિપુત્ર ગોશાલક ભગવાન મહાવીરનો શિષ્ય હતો. કાલાંતરે ભગવાનથી વિરુદ્ધ થઈ તેણે પોતાના સ્વતંત્ર સંઘની સ્થાપના કરી.
Scanned by CamScanner