________________
૨
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિત
(૪૨) કૃષ્ણદાસ કૃષ્ણદાસનો જન્મ ખંભાતમાં પાટીદાર કુળમાં થયો હતો. તેઓ વૈરાગ્યવાન હતા. પરમકૃપાળુદેવના પ્રત્યક્ષ સત્સંગ સમાગમનો તેઓ અપૂર્વ લાભ પામેલા.
એમના ઉપર અને એમના માટે પરમકૃપાળુદેવે બોઘપત્રો લખેલા છે. દર્શન પરિષદ અને અજ્ઞાન પરિષહ વિષે તથા યોગવાસિષ્ઠ રામાયણ ત્રીજા પ્રકરણથી તેમને વાંચી સંભળાવવા તેમના ચિત્તની અસ્વસ્થ દશામાં શ્રીમદ્જીએ પત્રાંક ૫૩૭ માં શ્રી અંબાલાલ આદિને ભલામણ કરેલી છે. પત્રાંક ૫૦૩ માં શ્રીમજી લખે છે: “શ્રી કૃષ્ણદાસનો કાગળ વાંચી સત્ત્વ હર્ષ થયો છે. જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવું એ પ્રથમ ભૂમિ છે.”
(૪૩) કેશવલાલભાઈ, લીમડી કેશવલાલભાઈ લીંમડીના રહીશ શ્રાવક હતા. પરમકૃપાળુદેવના સમાગમમાં ઘણી વખત આવેલા. કેશવલાલભાઈ શાસ્ત્રોના સૂક્ષ્મ અભ્યાસી હતા. પ્રજ્ઞાવંત હતા. પરમકૃપાળુદેવના પ્રત્યક્ષ સમાગમે તેઓ અપૂર્વ શાંતિ પામ્યા. સંવત્ ૧૯૯૬માં પાલીતાણામાં પ્રભુશ્રીજી બિરાજતા હતા. તે વખતે કેશવલાલભાઈ તથા એમનાં ઘર્મપત્ની બન્ને એમના દર્શનાર્થે આવેલાં અને બન્નેએ અપૂર્વભાવથી યાવજ્જીવ બ્રહ્મચર્યનાં પચખાણ ગ્રહણ કર્યા હતાં. એમણે એમની તીક્ષ્ણ બુદ્ધિનો ઉપયોગ પરમકૃપાળુદેવના ચરણમાં લીન થવામાં કર્યો. પરમકૃપાળુદેવે એમના ઉપર અત્યંત કરુણા કરીને સર્વ શાસ્ત્રોના સાર સ્વરૂપ આત્મઘર્મની પ્રાપ્તિ કરાવી. પરમ સમતા પરમ સમાથિભાવથી તેઓનો દેહત્યાગ થયો હતો.
(૪૪) કેશીસ્વામી કેશીસ્વામી ભગવાન પાર્શ્વનાથની અને ગૌતમ ગણધર ભગવાન મહાવીરની પરંપરાના ઉપાસક હતા. પાર્શ્વનાથ ભગવાનના સમયમાં ચાર મહાવ્રત હતા, અપરિગ્રહનો બ્રહ્મચર્યમાં સમાવેશ થતો હતો. એક વાર તે બન્ને મહાત્માઓ શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. એક જ ઘર્મના અનુયાયી હોવા છતા ચાર અને પાંચ મહાવ્રત સંબંધી લોકોની શંકા દૂર કરવા અર્થે બન્ને એકઠા મળ્યા તથા શાંતિપૂર્વક કેશીસ્વામીએ બઘાને સમજાવવા માટે ગૌતમસ્વામીને કેટલાક પ્રશ્નો પૂછ્યા, શ્રી ગૌતમે સમતા પરિણામે નિષ્પક્ષપણે તેઓનું સમાઘાન કરી આપ્યું. તેથી દેશી સ્વામી આગ્રહ છોડીને ભગવાન મહાવીરની પરંપરામાં પુનઃ દીક્ષિત થયા. શ્રીમદ્જી લખે છે કે “કેશીસ્વામી અને ગૌતમસ્વામી કેવા સરલ હતા? બન્નેનો એક માર્ગ જણાવાથી પાંચ મહાવ્રત ગ્રહણ કર્યા. આજના કાલમાં બે પક્ષને ભેગું થવું હોય તો તે બને નહી તેમાં કેટલો કાલ જાય. તેમાં કાંઈ છે નહીં. પણ અસરલતાને લીઘે બને જ નહી.”
Scanned by CamScanner