________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૪૭
પાસે સં.૧૭૩૨માં તેઓ દીક્ષિત થયા હતા. એમણે વર્તમાન ચોવીશી, વિહરમાન નીશી અને ગત ચોવીશીના સ્તવનો લખ્યા છે જેમાં ઘણા ગૂઢ સૈદ્ધાંતિક વિષયોનું નિરૂપણ કર્યું છે. વર્તમાન ચોવીશીના અર્થરૂપે પોતે સ્વોપજ્ઞ ટબો પણ લખ્યો છે. એમના સ્તવનો અધ્યાત્મરસથી ભરપૂર છે. એક એક સ્તવન બોલતા વિચારવાન જીવને પોતાની અનાદિકાળની ભૂલ સમજાય તેવું છે.
એમણે પોતાના સાધુજીવનમાં અનેક પ્રશ્નોત્તરો, ગ્રંથો તથા સ્તવનો લખ્યાં છે. એમણે ભારતનાં જૈન તીર્થોની યાત્રાઓ કરી છે એમ તેમના ગ્રંથો અને સ્તવનો પરથી જણાય છે. તેઓ દ્રવ્યાનુયોગના ખાસ અભ્યાસી હતા.
૯૦ વર્ષની ઉંમરે સં ૧૮૧૦ માં અમદાવાદમાં તેમનો દેહોત્સર્ગ થયો હતો. એમણે શ્રી યશોવિજયજીના ‘જ્ઞાનસાર” ઉપર જ્ઞાનમંજરી નામની સંસ્કૃતમાં ટીકા લખી છે જે એમની વિદ્વત્તાના ઉત્તમ નમૂનારૂપ છે. તેમણે કર્મગ્રંથ ઉપર એક ટબો પણ લખ્યો છે.
શ્રીમદ્જીએ દેવચંદ્રજીના સ્તવનમાંથી ‘જીવ નવિ પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નહિ તાસરંગી” એ ગાથા ટાંકી છે અને ‘પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત’ નો પત્રાંક ૬૯૮ માં સ્પષ્ટાર્થ લખ્યો છે.
(૮૧) દૃઢપ્રહારી
જુઓ ભાવનાબોઘ નવમ ચિત્ર ઃ નિર્જરાભાવના. (૮૨) દોઢસો ગાથાનું સ્તવન
આ સ્તવનના રચનાર જૈનધર્મના મર્મજ્ઞ, તાર્કિક ચૂડામણિ શ્રી યશોવિજયજી ઉપાઘ્યાય છે. સ્તવનમાં છ ઢાલ છે. તે ઢાલોમાં સ્તુતિરૂપે ભિન્ન ભિન્ન વિષયોની સિદ્ધિ કરવામાં આવી છે. આ સ્તવનમાં સ્તવનકારનું મુખ્ય લક્ષ્ય પ્રતિમા-પૂજનની સિદ્ધિ છે. જિન-પ્રતિમાને ન માનનારને અનેક યુક્તિઓ તથા આગમ પ્રમાણથી ‘પ્રતિમાપૂજન શાસ્ત્રોક્ત છે' એમ સિદ્ધ કરી આપ્યું છે. જે મનુષ્યો પૂજામાં હિંસા માને છે તેમને આગમના પ્રબલ પ્રમાણ આપી શ્રી ઉપાઘ્યાય મહારાજ કહે છે કે જિનપૂજા તો અહિંસારૂપ જ છે કારણ જિનપૂજન યત્ના અને સાવધાનીપૂર્વક કરવામાં આવે છે. યત્નાપૂર્વક કરાતી ઘાર્મિક ક્રિયામાં જો હિંસા માનવામાં આવે તો પછી મુનિદાન કે મુનિનો વિહાર પણ હિંસારૂપ જ ગણાય અને એમ માનવાથી વ્યવહાર ધર્મનો સર્વથા ઉચ્છેદ થાય. આમ અનેક રીતે પ્રતિમાસિદ્ધિ કરેલ છે.
(૮૩) ઘનાભદ્ર શાલિભદ્ર
ધનાભદ્ર એક શ્રેષ્ઠી કુમાર હતો. બાલ્યકાલથી જ એના ભાગ્યનો ઉદય થવા લાગ્યો. પણ બીજા ભાઈઓ અદેખાઈ કરતા. તે જાણી ઘનાભદ્રે ગૃહનો ત્યાગ કર્યો.
Scanned by CamScanner