________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિમિ. (પર) ચત્રભુજભાઈ ચત્રભુજભાઈ મોરબી તાબાના જેતપુર ગામના રહીશ હતા. પરમકૃપાળુદેવના મોટા બનેવી થાય. પરમકૃપાળુદેવે એમને હૃદયરૂપ ગણેલા છે, ઘણા બોધપો તેમના ઉપર શરૂઆતમાં લખેલા છે. પ્રથમ તેઓ હનુમાનની ઉપાસના કરતા હતા અને તેમના કહેવાથી પરમકૃપાળુદેવે હનુમાનની સ્તુતિ પણ લખી હતી. પછીથી તેઓ શ્રીમદ્જીના સમાગમે વીતરાગના રાગી બન્યા હતા. પરમકૃપાળુદેવનાં લગ્ન થયા પછી મોરબીથી વવાણિયા સિગરામમાં તેઓ પરમકૃપાળુદેવ સાથે ગયા હતા મોરબીથી વિદાય લીધા પછી તરત જ કેસરનાં છાંટણાં સિગરામ ઉપર પડ્યા હતા. તે પ્રસંગે પરમકૃપાળુદેવે ચત્રભુજભાઈને કહ્યું હતું, મહેતા! આ કેસરનાં છાંટણાં પડ્યાં છે, તે અમે યુગપ્રઘાન છીએ એની આ નિશાની છે.
ચત્રભુજભાઈને પરમકૃપાળુદેવનો ઘણો જ સમાગમ થયેલો. પરમકૃપાળુદેવે પોતાની પરમ અદ્ભુત દશા એમના પ્રત્યેના બોધપત્રોમાં પ્રકાશેલ છે. પરમકૃપાળુ દેવના નિર્વાણ પછી ઘણા વર્ષો સુધી ચત્રભુજભાઈ હયાત હતા અને પ્રભુશ્રીજીના નિકટ સમાગમમાં આવેલા, અગાસ આશ્રમમાં પણ ચાર પાંચ વખત આવેલા. એક વખત તો બે મહિના આશ્રમમાં રહ્યા. નાનપણની ઘણી અલૌકિક વાતો પરમકૃપાળુદેવ સંબંધી કરતા. અપૂર્વ શાંતિ-સમતાથી તેઓ દેહત્યાગ કરી ગયા.
(૫૩) ચમર ચમરેંદ્રનો ઉત્પાત એ આ અવસર્પિણી કાળનો એક આછેરો ગણાય છે. તામલી તાપસ અજ્ઞાન તપ કરી વિશિષ્ટ પુણ્યને લઈને ચમરેંદ્ર (ભુવનપતિનો ઇંદ્ર) થયો હતો. તેણે પોતાના માથા ઉપર સૌથર્મેન્દ્રનું સિંહાસન જોયું તેથી ક્રોધથી તેની સામે જવા તૈયાર થયો. ત્યારે બીજા દેવોએ તેને કોઈ બળિયા પુરુષનું શરણ લેવાની સલાહ આપી. એટલે તે છવાસ્થ અવસ્થાએ વિચરતા શ્રી મહાવીર પ્રભુનું શરણ લઈને ત્યાં ગયો. સૌથર્મેન્દ્ર એને મારવા માટે વજ ફેંક્યું તેથી ચમહેંદ્ર ડરીને નાસી જઈ પ્રભુના ચરણ નીચે કુંથુઆનું રૂપ કરીને સંતાઈ ગયો. સૌથર્મેદ્ર ભગવાનની આશાતનાના ડરથી વજ પાછું ખેંચી લીધું અને સાઘર્મિક ગણીને ચમરેંદ્રની માફી માગી. શ્રીમદ્જીએ પત્રાંક ૧૫૭/૩માં મહાવીર પ્રભુની તે વખતની દશા વર્ણવી છે. તે
(૫૪) ચારિત્રસાગર ચારિત્રસાગર એક મુનિનું નામ છે. તેઓએ કેટલાંક પુરુષાર્થ પ્રેરક પદો રચ્યાં છે. તેમની નિર્ભય વાણી મુમુક્ષજીવને ઘણું કરી થર્મપુરુષાર્થમાં બળવાન કરે છે.
Scanned by CamScanner