________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૩૩ રુચિ નામનો દેવ હતો અને ઇન્દ્રની આજ્ઞાથી વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને
અંસારથી વિરક્ત કરવા આવ્યો હતો. ત્યારપછી ભગવાન પોતાના પુત્રને રાજ આપી સંસારનો ત્યાગ કરી સ્વયં દીક્ષિત થયા. અનેક પ્રકારની કઠિન તપસ્યાઓ તને ઘાતિયા કમોંનો ક્ષય કરી કેવળજ્ઞાનરૂપ અનંત લક્ષ્મીને પામ્યા. ભવ્ય જીવોને અદ્ધર્મનો ઉપદેશ આપી અંતે અઘાતિયા કર્મોનો પણ ક્ષય કરી શાશ્વત સુખરૂપ મોક્ષઘામને પામ્યા.
શ્રીમદ્જીએ ઘણે સ્થળે ચંદ્રપ્રભુને નમસ્કાર કર્યા છે અને શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં પણ મૂળનાયક તરીકે ચંદ્રપ્રભ ભગવાનને બિરાજમાન કર્યા છે. આથી એમ અનુમાન થાય છે કે શ્રીમજીને ચંદ્રપ્રભ સ્વામી સાથે કોઈ ઋણાનુબંઘ હશે.
(૫૯) છગનલાલ સંઘવી એ લીંબડીના મુમુક્ષુ હતા. યોગી શ્રી વૈજનાથના પરિચયથી યોગમાર્ગની સાધનામાં તે જોડાયા હતા. શ્રીમદ્ રાજચંદ્ર તરફ તેમનું ચિત્ત આકર્ષાયું, તોપણ તેમના પ્રશ્નો ધ્યાન વિષે થતા. પત્રાંક ૪૧૬ તેમના પ્રશ્નોના ઉત્તરમાં શ્રીમદે લખેલો છે. તેમાં સ્પષ્ટ શબ્દોમાં તેમના દોષો જણાવી તે ટાળવાની સૂચના કરી છે. શ્રી અંબાલાલના સમાગમ માટે તેઓ ખંભાત જતા. પરંતુ કોઈ કોઈ મુમુક્ષુને તે ધ્યાન શીખવવા લાગી જતા. તેથી શ્રી અંબાલાલને બઘા મુમુક્ષુઓને ચેતવવા પડતા કે જ્ઞાની પુરુષની આજ્ઞા વિના કલ્પિત માગથી કલ્યાણ સઘાતું નથી.
તેમના પુત્રનું નામ સુખલાલભાઈ હતું. તે પણ ઘણા વિચારવાન મુમુક્ષુ હતા.
અમદાવાદ, વઢવાણ કેમ્પ, વિરમગામ, રાજકોટ, ખંભાત આદિ સ્થળોએ તે શ્રીમદ્ભા સમાગમ અર્થે ગયા હતા અને તેમનામાં ભક્તિભાવ જાગ્યો હતો; તથા જ્ઞાની પુરુષની આજ્ઞાનું અપૂર્વ માહાત્મ તેમને સમજાયું હતું.
- (૬૦) છોટમ કવિશ્રી છોટમનો જન્મ સં.૧૮૬૮ના ચૈત્ર સુદ ૧૨ ને મંગળવારે સોજિત્રા પાસે આવેલ મલાતજ ગામમાં થયો હતો. તેઓ જાતે સાઠોદરા નાગર ગૃહસ્થ હતા. નાનપણથી જ એમને વૈરાગ્ય પ્રત્યે ઝુકાવ હતો. કોઈ પણ વાત તેઓ તરત સમજી શકતા. જ્ઞાનપિપાસા ઉત્પન્ન થવાથી તેઓએ તલાટીની નોકરીનો ત્યાગ કર્યો. પછી કોઈ સગુરુની શોધ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં તેમને નર્મદા નદીને કિનારે કોઈ એક સિદ્ધયોગીનો ભેટો થયો. તેથી શ્રી છોટમના મનને સંતોષ થયો. ત્યાર પછી તેઓએ જનકલ્યાણ માટે ગ્રંથ રચવાનું શરૂ કર્યું. તેઓએ રચેલ ગ્રંથોની સંખ્યા લગભગ ૪૩ છે. તેમાંથી કેટલાંક પુસ્તકો મળતાં નથી. એમની કવિતા બોઘપ્રદ
Scanned by CamScanner