________________
૨૮
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ગોશાલક પોતાને ‘જિન’ માનતો હતો. એક વાર એક શિષ્ય ભગવાન મહાવીરને કહ્યું કે ગોશાલક પોતાને ‘જિન’ માને છે. ભગવાને કહ્યું કે તે ‘જિન’ નથી કારણ તેમાં જિનનાં લક્ષણો નથી. ઘીમે ઘીમે આ વાત ગોશાલકને કાને પહોંચી તેથી તે ક્રોધે ભરાયો અને ભગવાન પાસે આવીને ગમે તેમ બોલવા માંડ્યો. અપશબ્દો કહ્યા. સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના સાધુઓએ પેલાને ઘણો સમજાવ્યો. પણ તેથી તે વિશેષ કુપિત થયો અને પોતાની તેજોલેશ્યા નાખીને બન્ને સાધુઓને બાળી મૂક્યા. ભગવાન પર પણ તેજોલેશ્યા મૂકી પણ તેથી થોડા દિવસમાં તેનું પોતાનું જ મરણ થયું, એમ જૈનાગમ ભગવતીના પંદરમા શતકમાં સવિસ્તર વર્ણન કરેલું છે. (૪૯) ગૌતમ ગણધર
ભગવાન મહાવીર ઘનઘાતી કર્મોનો નાશ કરીને કેવળજ્ઞાન પામ્યા. દેવોએ આવી સમવસરણ રચ્યું. બધા પોતપોતાના સ્થાને ભગવાનનો ઉપદેશ સાંભળવા શાંત તથા એકાગ્ર ચિત્તે બેસી ગયા. ભગવાને દેશના આપી પણ તે પથ્થરવાળી જમીન પર પડેલા વરસાદની જેમ નિષ્ફળ ગઈ; કારણ કે કોઈ મનુષ્ય દેશના સાંભળવા આવ્યો નહીં અને કોઈએ વ્રતનિયમ ગ્રહણ કર્યા નહીં. પછી પ્રભુ અપાપાપુરીના મહસેન નામના વનમાં આવ્યા. ત્યાં સોમિલ બ્રાહ્મણને ત્યાં યજ્ઞ હોવાથી ઘણા વિપ્રો એકઠા થયા હતા. તેમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ નામે ત્રણ સગા ભાઈઓ, જેઓ ચૌદ વિદ્યાઓમાં નિપુણ હતા,તેઓ પણ ત્યાં આવ્યા હતા.
તે સમયે આકાશમાર્ગે દેવો ભગવાન મહાવીરને વાંદવા આવતા હતા. તે જોઈને તે બ્રાહ્મણોને એમ થયું કે, અહો ! આ યજ્ઞનો કેવો મહિમા છે ? અહીં સાક્ષાત્ દેવો પધારે છે. એટલામાં તો તે દેવોને યજ્ઞમંડપ તજીને બીજી બાજુ જતા જોઈને, તેઓ ખેદ પામ્યા. પછી તે દેવો ભગવાન મહાવીરને વાંઠવા આવ્યા છે એમ માણસોના મુખથી જાણીને ઇંદ્રભૂતિ વિચારવા લાગ્યા કે અરે ! હું સર્વજ્ઞ છું. મારા સિવાય આ સંસારમાં બીજો કોણ સર્વજ્ઞ છે! આ દેવો મને મૂકીને ક્યાં જાય છે! આજે દેવો ભૂલ્યા છે એમ લાગે છે. પ્રભુને વાંદી પાછા વળતા લોકોને તેમણે હાસ્યપૂર્વક પૂછ્યું કે હે મનુષ્યો! તમે જેને વાંદીને આવો છો તે સર્વજ્ઞ કેવો છે? લોકોએ કહ્યું, અમે સર્વજ્ઞના ગુણોનું વર્ણન કરવામાં અસમર્થ છીએ.
લોકોના આવા વાક્યો સાંભળી ઇંદ્રભૂતિ વિચારવા લાગ્યા કે આ કોઈ મહાભૂત છે અથવા કપટનું ઘામ છે. અભિમાનમાં આવીને તેઓ એકદમ બોલી ઊઠ્યા, મારે હવે આ સર્વજ્ઞનો પરાજય કરવો જોઈએ. જ્યાં સુધી હું બોલતો નથી ત્યાં સુધી જ તે પોતાને સર્વજ્ઞ મનાવે છે. મને જોતાં જ તેનું સર્વજ્ઞપણું નાશ પામી જશે. એમ ઘારી તે વિવાદ અર્થે ભગવાન પાસે આવ્યા. ભગવાનને જોતાં ગૌતમની વિવાદ કરવાની
Scanned by CamScanner