________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૨૫ રામ તથા કૃષ્ણની માગણી કરી, સમુદ્રવિજયે આપવાની સ્પષ્ટ ના કહી તેથી તે જરાસંઘ લડવા આવ્યો, પણ તે પહેલા સમદ્રવિજયે બધાની સાથે યોગ્ય વિચાર કરીને શૌર્યપુરનો ત્યાગ કર્યો અને દ્વારિકાને પોતાની રાજધાની બનાવી. જરાસંઘનો ભય ટળ્યો. ત્યાં શ્રીકૃષ્ણ સુખપૂર્વક નિર્ભયપણે રાજ્ય કરવા લાગ્યા.
એક વાર શ્રીકૃષ્ણ ભગવાન નેમિનાથના સમવસરણમાં ગયા. દેશના સાંભળ્યા પછી તેઓએ ભગવાનને પૂછ્યું કે, આપ સર્વજ્ઞ છો. સર્વે વસ્તુઓને જાણનારા છો. જગતમાં બધી વસ્તુઓનો નાશ થાય છે, તો આ દેવનિર્મિત દ્વારિકા નગરીનો નાશ શાથી છે? તથા મારું મરણ કોના નિમિત્તે છે? ભગવાને કહ્યું કે આજથી બાર વર્ષ પછી કૈપાયન મુનિના કારણે આ દ્વારિકાનો નાશ થશે તથા તમારા ભાઈ જરાકુમારના હાથે તમારું મરણ થશે. તે સાંભળી તૈપાયન તથા જરાકુમાર દ્વારિકાથી દૂર જતા રહ્યા.
દ્વૈપાયન ભૂલથી પાછા દ્વારિકાની બહાર જંગલમાં આવી તપ કરવા લાગ્યા. તે સમયે કૃષ્ણના પુત્રો વનમાંથી ઘેર આવતા હતા. દ્વૈપાયન ઋષિને જોઈને તેઓ તેમને પથરા મારી મારીને કહેવા લાગ્યા કે આ આપણી નગરીનો નાશ કરનાર છે. વૈપાયન કુપિત થયા અને નિયાણું કરીને મરણ પામીને અગ્નિકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયા. પૂર્વનું વૈર સંભારીને તે તત્કાલ ત્યાં આવ્યા પણ લોકોને ઘર્મમાં તત્પર જોઈને ચાલ્યા ગયા. કાળાંતરે લોકોએ વિચાર્યું કે હવે ભય ટળી ગયો છે. તેથી તેઓ ઘાર્મિક પ્રવૃત્તિમાં શિથિલ થયા, તે જોઈ પેલા અગ્નિકુમારે દ્વારિકા સળગાવી મૂકી. ચારે બાજુ હાહાકાર થઈ રહ્યો. ઘણ્ થ શબ્દ કરતો અગ્નિ પ્રજ્વલિત થયો અને લોકો તેમાં લાકડાની જેમ બળવા માંડ્યા. શ્રીકૃષ્ણ કોઈને ન બચાવી શક્યા. - શ્રીકૃષ્ણ તથા બળદેવ ત્યાંથી વન ભણી ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ કૌશાંબી નગરીના વનમાં આવી પહોંચ્યા. ત્યાં કૃષ્ણને અતિશય તરસ લાગી, તેથી બળદેવ તેમને એક ઝાડ નીચે બેસાડી પાણી લેવા ગયા. શ્રીકૃષ્ણ એક પગ બીજા ઢીંચણ ઉપર ચઢાવી પીળું વસ્ત્ર ઓઢીને વૃક્ષની નીચે સૂતા અને ક્ષણમાં નિદ્રાવશ થઈ ગયા. એટલામાં હાથમાં ઘનુષ્ય રાખતો વ્યાઘચર્મના વસ્ત્રને ધારણ કરતો અને લાંબી દાઢીવાળો શિકારી થયેલો જરાકુમાર ત્યાં આવ્યો. તેણે મૃગની બુદ્ધિથી શ્રીકૃષ્ણના ચરણકમળમાં તીણ બાણ માર્યું. બાણ વાગતાં જ તેમના મોંઢામાંથી ચીસ નીકળી. માણસનો અવાજ સાંભળીને જરાકુમાર પાસે આવ્યો અને શ્રીકૃષ્ણને જોઈને બહુ ખેદ કરવા લાગ્યો. કૃષ્ણ કહ્યું કે તું અહીંથી ચાલ્યો જા. જે થવાનું હતું તે થયું. શોક કરીશ નહીં. બળદેવ આવશે તો તને મારશે. તું પાંડવો પાસે જા અને તેઓને બધી હકીકત કહેજે. જરાકુમારના ગયા પછી શ્રીકૃષ્ણનો દેહત્યાગ થયો હતો.
Scanned by CamScanner