________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૨૩ કુંવરજીભાઈ, વઢવાણ કેમ્પમાં પરમકપાળદેવ સાથે સમાગમ થયો તે વખતે શાસ્ત્રોની મોટી મોટી વાતો કરવા લાગ્યા: શાસ્ત્રો વાંચેલાં એટલે એમને એમ થયું કે શાસ્ત્રોની મોટી મોટી વાતો કરું. પરમકૃપાળદેવે કહ્યું – કુંવરજીભાઈ, કંઈક લેવું અને કંઈક દેવું.' એટલે કુંવરજીભાઈ મૌન રહ્યા. પછી પરમકૃપાળુદેવે ઘણો બોધ કથા હતો. કુંવરજીભાઈ ઉપર પરમકૃપાળુદેવે તે વખતે અત્યંત કરુણા કરીને તેમને શાસ્ત્રોનું પરમ રહસ્ય સમજાવ્યું હતું.
વિ.સં.૧૯૬૯ની સાલમાં પરમકૃપાળુ પ્રભુશ્રીજી શ્રી લઘુરાજસ્વામી ભાવનગર પઘારેલા ત્યારે કુંવરજીભાઈને ઘેર ત્રણ દિવસ રહ્યા હતા. કેશરિયાજીની યાત્રાએ કુંવરજીભાઈ આવેલા તે વખતે પણ પરમકૃપાળુ પ્રભુશ્રીજીની સાથે તેમને સમાગમ થયો હતો.
પોતાના દેહત્યાગના લગભગ બે મહિના પહેલાં પરમકૃપાળુદેવે એમના ઉપર લખેલા બધા બોધપત્રો આ લેખકની હાજરીમાં એમણે વાંચેલા અને એ બોઘપત્રો વાંચતાં વાંચતાં એમને અપૂર્વ ભાવ ફરતો હોય! એમ જણાયેલું. કુંવરજીભાઈ શાંત ઠરેલ પ્રજ્ઞાવત મુમુક્ષુ હતા. વિ.સં. ૨૦૦૫માં એમનો દેહત્યાગ થયો હતો.
(૪૦) કુંવરજીભાઈ કલોલવાળા પવિત્ર આત્માર્થી શ્રી જૂઠાભાઈના એ સાળા થાય, શ્રી ઉગરીબેનના ભાઈ થાય. પરમકૃપાળુદેવના સત્સંગ સમાગમમાં તે પણ વિશેષ આવેલા.
અમદાવાદના શ્રી પુંજાભાઈ તથા શ્રી પોપટલાલભાઈને પરમકૃપાળુદેવના સત્સંગ સમાગમનો અપૂર્વ લાભ લેવાની પ્રથમ પ્રેરણા કુંવરજીભાઈએ કરેલી. પૂજ્ય શ્રી લઘુરાજસ્વામીને પ્રથમ મળીને એમની પાસેથી પરમકૃપાળુદેવ વિષે સાંભળીને પરમકૃપાળુદેવ પાસે જવા કુંવરજીભાઈએ બન્ને મુમુક્ષુઓને ખાસ કહેલું. તે પ્રમાણે બન્ને મુમુક્ષુઓ શ્રી પૂંજાભાઈ તથા શ્રી પોપટલાલભાઈ પ્રથમ શ્રી લઘુરાજસ્વામીને કાંકરિયા મળ્યા અને પછી પરમકૃપાળુદેવ પાસે ગયા. પરમકૃપાળુદેવના દેહત્યાગના થોડા વર્ષો પછી એમનો દેહત્યાગ થયો હતો.
(૪૧) કૃષ્ણજી. શ્રીકૃષ્ણના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું. શ્રીકૃષ્ણનો જન્મ થતાં જ એમના શત્રુઓને ત્યાં ઉત્પાતો થવા લાગ્યા. કંસે પ્રથમથી જ એમ જાણ્યું હતું કે દેવકીની કુક્ષિથી ઉત્પન્ન થનાર સાતમા પુત્ર વડે મારું મૃત્યુ થવાનું છે, તેથી તે દેવકીના પુત્રોને મારી નાખવા પ્રયત્ન કરતો, પણ દેવતાઓ દેવકીના પુત્રોને કોઈ સુરક્ષિત સ્થાનમાં મૂકી આવતા અને તેને ઠેકાણે મરેલા પુત્રોને મૂકી દેતા. કૃષ્ણના જન્મ સમયે પણ કંસે ખૂબ જ ચોકી રાખેથી શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ
Scanned by CamScanner