________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય તથા કેટલી પ્રકૃતિઓ બાંધતાં અને વેદતાં કઈ કઈ પ્રકતિઓ સત્તામાં હોય ઇત્યાદિ
૨૧ વર્ણન સચોટ રીતે કરેલ છે. શ્રીમદ્જીએ ઘણા સ્થળે કર્મગ્રંથ વાંચવાની ભલામણ કરી છે.
(૩૪) કામદેવ શ્રાવક જુઓ મોક્ષમાળા શિક્ષાપાઠ ૨૨
(૩૫) કુંડરિક જુઓ ભાવનાબોઘ સપ્તમ ચિત્રઃ આઝવભાવના.
(૩૬) કુમારપાળ ગુજરાતના મહાન રાજા સિદ્ધરાજના મરણ પછી શ્રી કુમારપાળ રાજગાદીએ આવ્યા ત્યારે ઘણા રાજાઓ એમ માનતા કે તે નિર્બળ છે. એટલે કોઈએ ખંડણી ભરવાની ના કહી; કોઈ બંડ પોકારવા માંડ્યાં. પણ કુમારપાળ વીર હતા. તેથી એમણે બઘાને પરાસ્ત કર્યા. તેથી એમના રાજ્યનો વિસ્તાર વધ્યો.
એઓ પોતાના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્યની ખૂબ ભક્તિ કરતા ને દેશહિતના દરેક કાર્યમાં તેમની સલાહ લેતા. ગુરુદેવ પણ રાજાને યથાયોગ્ય માર્ગદર્શન આપતા. કુમારપાળે પોતાના ગુરુના આદેશથી વાંઝિયાનું ઘન લેવું બંધ કર્યું જેની સરેરાશ વાર્ષિક ઊપજ ૭૨ લાખ હતી. પોતાના સમસ્ત રાજ્યમાં જીવહિંસા ન કરવાનો હુકમ કાઢ્યો હતો અને પોતાના તાબા હેઠલના અઢારે દેશોમાં અમારી પ્રવર્તાવી હતી. એના રાજ્યમાં કોઈ “માર' શબ્દ કહે તેને પણ સજા થતી. ભગવાન મહાવીરના શાસનકાળમાં શ્રેણિક જેવા રાજા પણ કાલસૌકરિક કસાઈને એક દિવસ પણ ૫૦૦ પાડા મારતા રોકી ન શક્યા, તે કામ કુમારપાળે કર્યું હતું. સોમનાથ મહાદેવના મંદિરને સમાવરાવ્યું અને અનેક સારા કામો કર્યા. એના રાજ્યમાં દુકાળ ન હતો. ચોરનો ભય ન હતો. પ્રજા સુખી ને નીતિમાન હતી. - કુમારપાળે ગુરુ શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી પોતાનું જીવન પવિત્ર બનાવ્યું. આથી તેઓ રાજર્ષિ કહેવાયા. ૮૧ વર્ષની ઉંમરે કુમારપાળ દેહત્યાગ કર્યો. એના જેવા રાજા અને હેમચંદ્રાચાર્ય જેવા ગુરુ આ કાળમાં કોઈ થયા નથી. એમનાં જેટલાં ગુણ સ્મરણ કરીએ તેટલાં ઓછાં.
(૩૭) ક્રિયાકોષો ક્રિયાકોષના કર્તા કિસનસિંહ સાંગાનેરના રહેવાસી અને જાતિના ખંડેલવાલ હતા. એમણે સં. ૧૭૮૪માં આ ગ્રંથ બનાવ્યો છે. ગ્રંથ પદ્યમાં છે. આ સિવાય ભદ્રબાહુ ચરિત્ર તથા રાત્રિભોજન કથા પણ એમની રચનાઓ છે. ક્રિયાકોષ
Scanned by CamScanner