________________
૨
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત આજીવિકા કરવા કરતાં તો મરણ સારું છે. એ પ્રમાણે વિચાર કરીને તે રાક્ષસી મો. રહી, પોતે રાક્ષસી હોવા છતાં રાક્ષસી ભાવનો ત્યાગ કર્યો.
વાયુદેવે આવીને કહ્યું કે હે રાક્ષસી! તું જા, અને અજ્ઞાની લોકોને જ્ઞાનનો ઉપદેશ કર. કારણ કે અજ્ઞાનીને ઉપદેશ આપવો એ જ મહાત્માઓનો સ્વભાવ છે. તારો ઉપદેશ સાંભળવા છતાં પણ જેને જ્ઞાન ન થાય તેનો તારે નાશ કરવો. એથી તારી સુઘા શાન્ત થશે અને અન્યાય પણ ગણાશે નહીં. રાક્ષસી પોતાના આહારની શોઘમાં નીકળી પડી અને ફરતાં ફરતાં એક ભીલ દેશમાં નગરચર્યાને જોવા નીકળેલા રાજા તથા મંત્રીને જોઈને બોલી–મૂઢ માણસ આ લોકમાં તથા પરલોકમાં નાશ થવા સારુ જ જીવે છે. જેને આત્માનું જ્ઞાન નથી તેવા મૂઢ માણસનું મરણ જીવિતથી વધારે સારું છે. જો તમે આત્મજ્ઞાની હો તો મારા પ્રશ્નોનો ઉત્તર આપો. તો હું તમારું ભક્ષણ નહીં કરું. તમે કોણ છો? તમે આત્મજ્ઞાની હોવાથી પૂજ્યબુદ્ધિવાળા છો, કે તેમ ન હોવાથી દુર્બુદ્ધિવાળા છો?” ત્યારપછી રાક્ષસીએ રાજા તથા મંત્રીને અનેક અધ્યાત્મ પ્રશ્નો પૂછ્યા. રાજા તથા મંત્રીએ યથોચિત ઉત્તર આપ્યા. જે સાંભળીને તેનું બ્રહ્મજ્ઞાન વિશેષ દૃઢ થયું અને પોતાની રાક્ષસી પ્રકૃતિનો ત્યાગ કર્યો.
તૃષ્ણા એ જ એક ભયંકર રાક્ષસી છે. જેમ કર્કટીએ તૃષ્ણાને લીધે નાનું શરીર ઘારણ કર્યું હતું તેમ માણસ પણ તૃષ્ણાને કારણે નીચ અથવા અઘમ બને છે. આત્મજ્ઞાન વિના તૃષ્ણા શાંત થતી નથી.
(૩૩) કર્મગ્રંથ એ ગ્રંથના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિ છે. દિગંબર સંપ્રદાયના ગોમ્મસાર કર્મકાંડની જેમ જ શ્વેતાંબર સંપ્રદાયમાં કર્મગ્રંથનો પ્રચાર છે. જુદા જુદા પ્રકરણોને લઈને આ એક ગ્રંથ બની ગયો છે. વર્તમાનમાં છ કર્મગ્રંથ કહેવાય છે જેના નામ આ પ્રમાણે છે (૧) કર્મવિપાક, (૨) કર્મસ્તવ, (૩) બંદસ્વામિત્વ, (૪) ષડશીતિ, (૫) શતક, તથા (૬) સાસતિકા. પહેલા કર્મગ્રંથમાં કર્મની પ્રકૃતિઓનું વર્ણન છે, એટલે કે જ્ઞાનાવરણાદિ આઠ કર્મની જુદી જુદી કેટલી પ્રકૃતિઓ છે તથા તેઓના નામ શું? બંઘના મુખ્ય હેતુઓ કયા? બીજા ગ્રંથમાં ગુણસ્થાનોની અપેક્ષાએ બંઘ, ઉદય, સત્તા, ઉદીરણા આદિનું સવિસ્તર કથન કરવામાં આવ્યું છે. ત્રીજા ગ્રંથમાં ૧૪ માર્ગણાની અપેક્ષાએ બંઘ સ્વામિત્વ બતાવેલું છે. ચોથા ગ્રંથમાં માર્ગણા સ્થાન વિચાર, ગુણસ્થાન વિચાર, ઉપયોગ વિચાર, ઇત્યાદિ ૧૦ દ્વાર છે. પાંચમા ગ્રંથમાં ઘવબંઘી, અદૃવબંઘી, દૃવોદયી, અઘુવોદયી, ધૃવસત્તા, અદૃવસત્તા, પરાવર્તમાન, અપરાવર્તમાન, પાપ, પુણ્ય, ઘાતી, અઘાતી આદિ પ્રવૃતિઓનું સવિસ્તર કથન કરેલું છે. છઠ્ઠા ગ્રંથમાં કેટલી પ્રકૃતિ બાંધતો જીવ કેટલી પ્રકૃતિઓ વેદે એટલે અનુભવે,
Scanned by CamScanner