________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય તિરતર હતી એવા મહાભાગ્ય કબીરનું એક પદ એ વિષે સ્મરણ કરવા જેવું છેકરના ફકીરી ક્યા દિલગીરી, સદા મગન મન રહેનાજી.” ” કબીરજીની રહસ્યભક્તિનું એક દ્રષ્ટાંત આ કાવ્યમાં જોવા મળે છે :
લાલી મેરે લાલકી, જિત દેખું તિત લાલ; લાલી ખોજ ગઈ, મેં ભી હો ગઈ લાલ.
(૩૨) કર્કટી રાક્ષસી | હિમાલય પર્વતની ઉત્તર દિશામાં કર્કટી નામની એક વિકરાળ રાક્ષસી રહેતી હતી. તેની કાયા અતિ વિશાળ હતી અને તેને યોગ્ય આહાર મળતો ન હતો. તેથી તે સદા અતૃપ્ત જ રહેતી. એક દિવસે તેને સર્વ મનુષ્યોને ગળી જવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. તેથી તે પર્વતના શિખરે જઈને એક પગે ઊભી રહીને અનેક પ્રકારના કષ્ટોને સહન કરતી ઘોર તપ કરવા લાગી. આ પ્રમાણે તેણે હજાર વર્ષ તપ કર્યું. ત્યારે બ્રહ્માજીએ ખુશ થઈને તેને વરદાન માગવા કહ્યું. કર્કટી બોલી, હે ભગવાન! હું લોઢાની પેઠે વજસૂચિકા (સોય) થાઉં અને જીવોના હૃદયમાં પ્રવેશ કરી શકું એવી શક્તિ આપો. બ્રહ્માજીએ વરદાન આપતાં કહ્યું કે, તું દુષ્ટ આત્માઓના હૃદયમાં પ્રવેશ કરી શકીશ, પણ આત્મજ્ઞાનીઓનાં હૃદયમાં તારો પ્રવેશ નહીં થાય.
ત્યાર પછી તે રાક્ષસીનું શરીર અત્યંત સૂક્ષ્મ થવા લાગ્યું. તે પોતાના શરીરે કરી અનેક પ્રાણીઓને ખાવા લાગી, પણ તેથી તેને ઘણું દુઃખ થયું તથા પૂર્વ શરીરને માટે ફરી તપ કરવાનું શરૂ કર્યું. આમ પરમાત્માનો વિચાર કરતા તેનું મન નિર્મળ થયું અને તેને જ્ઞાનનો ઉદય થયો. આ પ્રમાણે તેણે ઊંચા મુખે રહીને સાત લોકને સંતાપ કરે તેવું દારુણ તપ સાત હજાર વર્ષ સુધી કર્યું. તેથી આખું જગત તણાયમાન થયું. તે જોઈને ઇન્દ્રના મનમાં આશ્ચર્ય થયું. તેથી તેણે નારદમુનિને પૂછ્યું. નારદમુનિએ સર્વ હકીકત કહી. તે સાંભળી ઇન્દ્ર વાયુદેવને તેની શોઘ કરવા મોકલ્યો. વાયુએ હિમાલય પર્વત પર કર્કટીને તપ કરતી જોઈ. અને ત્યાર પછી ઇન્દ્રના પૂછવાથી તે રાક્ષસીના તપનું વૃત્તાંત જે પ્રમાણે દીઠું હતું તે પ્રમાણે કહી સંભળાવ્યું. એ પ્રમાણે જ્ઞાન થયા પછી એક હજાર વર્ષે બ્રહ્મા કર્કટી રાક્ષસીની પાસે આવ્યા અને આકાશમાંથી બોલ્યા–હે પુત્રી! તું વરદાન માગ.
સૂચિ રાક્ષસીને કર્મેન્દ્રિયો ન હોવાથી જીવમાત્રથી રહેલી હતી; તેથી બ્રહ્માને કાંઈ પણ ઉત્તર આપ્યા વિના વિચારવા લાગી કે “હું પૂર્ણ છું, તથા સંદેહરહિત છું. માટે વરદાનને શું કરું?” તો પણ બ્રહ્માની કૃપાથી તેણે પોતાનું પૂર્વ શરીર પાછું મેળવ્યું. તપમાં તત્પર રહેતાં તેને ક્ષઘા પડવા લાગી. ભૂખ લાગવાથી તેણે વિચાર કર્યો કે હવે મારે શાનો આહાર કરવો? મારે હવે કોઈ જીવને મારવો નથી. પાપથી
Scanned by CamScanner