________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય ન પડે તેથી ઇંદ્રની આજ્ઞાથી તરત જ બીજી તેવી જ અપ્સરા નાચ કરવા લાગી. ભગવાન પોતાના જ્ઞાનથી તે સર્વ જાણી લઈને તીવ્ર વૈરાગ્ય પામીને રાજ્ય તજવા તત્પર થઈને બોલ્યા–અહો! માણસોનું તો શું? પણ દેવોનું આયુષ્ય પણ એક જ બિદ સમાન ચપલ અને ક્ષણિક છે. પછી પ્રભુ ભરતાદિ પત્રોને રાજ્ય સોંપીને સ્વય દીક્ષિત થયા, અને છ માસનો ઉપવાસનો નિયમ લઈને એક સ્થાને કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. પ્રભુને તરત જ મન:પર્યયજ્ઞાન ઉત્પન્ન થયું. બંધુઓએ રોક્યાં અને ભરતે વારંવાર નિષેધ કર્યા છતાં પણ કચ્છમહાકચ્છાદિ ચાર હજાર રાજાઓ સ્વામીના પૂર્વપ્રેમથી તેમની સાથે સંસારત્યાગી થયા. પણ પછીથી પરિષહ સહન કરવામાં કાયર હોવાથી સંન્યાસી આદિના વિવિઘ વેશો ઘારણ કર્યા. ૧૦૦૦ વર્ષના દીક્ષાપર્યાય પછી ભગવાન શ્રી ઋષભદેવને કેવળજ્ઞાન પ્રગટ થયું. ઇદ્રોએ મોટો મહોત્સવ કર્યો. ભગવાને જગતવાસી જીવોને ઘર્મનો સાચો માર્ગ બતાવ્યો જેથી ઘણા તે માર્ગને ગ્રહણ કરી અનુપમ સૌખ્યને પામ્યા.
ભરત ચક્રવર્તી હતા, તેથી સર્વ રાજાઓને વશ કરીને પોતાની નગરી અયોધ્યાએ પાછા આવ્યા, પણ ચક્ર નગરમાં પેસતું ન હતું. પૂછતા જણાયું કે આપના ભાઈઓ આપની આજ્ઞા માનતા નથી. ભરતે ભાઈઓ પાસે દૂતો મોકલી સેવા કરવા આદેશ કર્યો. તેના નિર્ણય માટે પુત્રો ભગવાન શ્રી ઋષભદેવ પાસે ગયા. ભગવાને બઘાને સંસારનું યથાર્થ સ્વરૂપ સમજાવી પ્રતિબોઘ પમાડ્યો. તેઓ સંસારનો ત્યાગ કરી મોક્ષ પદવી પામ્યા. ઋષભદેવ ચોવીશ તીર્થકરોમાંના પ્રથમ તીર્થકર છે. એમના આદિનાથ, રિખબદેવ આદિ અનેક નામ છે.
(૨૮) ઋષિભદ્રપુત્ર ઋષિભદ્રપુત્ર આલભિકા નગરીના રહેવાસી હતા. શ્રીમંત હોવાની સાથે સાથે તે ઘીમંત પણ હતા. જેને સિદ્ધાંતના મર્મને જાણતા હતા. જીવ અજીવ આદિ તત્ત્વો પ્રત્યે તેમને પૂર્ણ શ્રદ્ધા હતી. એકદા શ્રમણોપાસકોએ તેમને પૂછ્યું “હે આર્ય! દેવલોકમાં દેવોની કેટલા કાલ સુધી સ્થિતિ કહી છે?” ઋષિભદ્રપુત્રે ઉત્તરમાં કહ્યું“હે શ્રમણોપાસકો! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની કહી છે. ત્યારપછી એક સમય અધિક, બે સમય અઘિક યાવતું સંખ્યાત તથા અસંખ્યાત સમય અઘિક કરતાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે.”
શ્રમણોપાસકોએ આ ઉત્તરને પ્રમાણભૂત માન્યો નહીં. ત્યારપછી તે નગરીમાં ભગવાન મહાવીર આવ્યા. બઘા વાંદવા ગયા. શ્રમણોપાસકોએ ઋષિભદ્રપુત્રના ઉત્તરના સંબંધમાં પૂછ્યું ત્યારે ભગવાને કહ્યું કે-ઋષિભદ્રપુત્રનું કથન યથાર્થ છે. જેમ તે કહે છે તેમજ હું પણ કહું છું.
Scanned by CamScanner