________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય - પૂજ્યશ્રી સૌભાગ્યભાઈના દેહત્યાગ વખતે પરમકપાળદેવની આજ્ઞાથી શ્રી અંબાલાલભાઈ સાયલા ક્ષેત્રે ગયેલા. સૌભાગ્યભાઈની અદભુત આત્મદશા, અપૂર્વ આત્મજાગૃતિ, પરમગુરુનો પૂર્ણ અડોલ નિશ્ચય, અપૂર્વ સમતા સમાધિ ભાવ સહિત દેહત્યાગ જોઈને અંબાલાલભાઈ આનંદ આનંદ પામી ગયા.
સંવત્ ૧૯૫૮માં પરમકૃપાળુ (શ્રી લઘુરાજ) પ્રભુશ્રીજી દક્ષિણમાં કરમાલા ક્ષેત્રે ચાતુર્માસ રહ્યા હતા ત્યારે અંબાલાલભાઈ પણ ત્યાં આઠ દિવસ રહ્યા હતા અને શ્વેતાંબરો અને સ્થાનકવાસી વચ્ચે એકતા સાધી નવકારસી જમણ સ્વામીવાત્સલ્ય કરેલ, સંઘમાં શાંતિ થઈ હતી.
સંવત્ ૧૯૬૧માં પૂજ્ય રેવાશંકરભાઈને તેડીને અંબાલાલભાઈ પરમકૃપાળુ પ્રભુશ્રીજીના સમાગમ અર્થે ઘંઘુકા ક્ષેત્રે ગયેલા.
પરમકૃપાળુ પ્રભુશ્રીજી તથા શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુ દેવના વિયોગમાં એકબીજાને સહાયક અને સાંત્વનારૂપ હતા. અંબાલાલભાઈના એક મિત્ર જલસણફેણાયના શ્રી છોટાભાઈએ પરમકૃપાળુ પ્રભુશ્રીજી પાસેથી બોધવચનની આજ્ઞા ગ્રહણ કરી અને એ વચનના રટણમાં જ નિમગ્ન રહેતા. એક વાર તેમણે અંબાલાલભાઈ પાસે વિનંતી કરી કે મને સમાધિમરણ કરાવજો. અંબાલાલભાઈએ એ વિનંતિનો સ્વીકાર કર્યો.
થોડા વખત પછી છોટાભાઈને પ્લેગની ગાંઠ નીકળી. અંબાલાલભાઈ, નગીનભાઈ અને ભાઈચંદ એમ ત્રણે તેની સેવામાં રહેલા. તેનો દેહ છૂટ્યો, તે જ દિવસે અંબાલાલભાઈને, ભાઈચંદભાઈને તથા નગીનદાસને પ્લેગની ગાંઠ નીકળી અને સંવત્ ૧૯૬૩ના ચૈત્ર વદ ૧૦, સોમવારે અંબાલાલભાઈ, ભાઈચંદભાઈ તથા નગીનદાસ ત્રણેનો એક જ સાથે દેહત્યાગ થયો હતો અને ત્રણેનો અગ્નિસંસ્કાર પણ સાથે થયો હતો.
શ્રી અંબાલાલભાઈ સમગ્ર મુમુક્ષુમંડળમાં સેવાભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ હતા.
પરમકૃપાળુદેવે પ્રસિદ્ધ મુમુક્ષુ ઘારસીભાઈને કોઈ પ્રસંગે કહેલું કે શ્રી અંબાલાલની સ્મરણશક્તિ એટલી તીવ્ર છે કે “આઠ દિવસ પહેલાં અમે જે બોઘ કર્યો હોય તે બોઘ લખી લાવવાનું કહીએ તો એક પણ ભૂલ વગર અંબાલાલ તે બોઘ લખીને આપે.” - અંબાલાલભાઈની ઘારણાશક્તિ બહુ જ બળવાન હતી. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં જે ઉપદેશછાયા છે તે એનું જ ફળ છે.
આ કળિયુગમાં આવી પરમ તીવ્ર મુમુક્ષુતા, અખંડ આજ્ઞાંકિતતા અને સપુરુષમાં સર્વાર્પણ ભાવનું મૂર્તિમાન સ્વરૂપ શ્રી અંબાલાલ હતા. તેઓ સ્વરૂપસ્થ દિશામાં પરમશાંતિ સમાધિપૂર્વક પરમ દુર્લભ સમાધિમરણ પામ્યા હતા.
Scanned by CamScanner