________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલિખિત સંવત્ ૧૯૪૬માં આસો માસમાં શ્રીમદ્લ ખંભાત પધારેલા. તેમને તેડવા માટે આણંદ સ્ટેશને અંબાલાલભાઈ તથા નગીનદાસ ગયેલા. નગીનદાસને પરમકૃપાળુદેવે જોયેલ નહીં, નામ પણ સાંભળેલ નહીં. છતાં પરમકૃપાળુદેવે નગીનદાસ, તારો જન્મ અમુક સાલમાં અમુક દિવસે થયેલો છે' એમ ચોક્કસ કહી
દીધું. નગીનદાસને એ સાંભળીને અપૂર્વ ભાવ જાગ્યો હતો.
૪
પરમકૃપાળુ
ખંભાતમાં પરમકૃપાળુદેવ અંબાલાલભાઈને ઘેર ઊતર્યા. અંબાલાલભાઈના પિતાશ્રી લાલચંદ વકીલને શ્રીમદ્ના દર્શન સમાગમથી સારો લાભ થયો. બીજા ઘણા મુમુક્ષુઓને પણ લાભ થયો. ઉપાશ્રયમાં પરમકૃપાળુદેવ પધારેલા. પ્રભુશ્રીજીને દર્શનથી આનંદ આનંદ થઈ ગયો. ૧૦ દિવસ ખંભાતમાં બિરાજ્યા. શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવના સમાગમમાં ઘણી વાર આવેલા. રાળજ કાવિઠા, હડમતાલા, અમદાવાદ, વઢવાણ, રાજકોટ, વવાણિયા આદિ સ્થળોએ અંબાલાલભાઈએ પરમકૃપાળુશ્રીની તથા મુમુક્ષુઓની તન, મન, ધનથી સેવાનો ખૂબ લાભ લીધો હતો. સંસ્કૃત, માગધી, હિંદી, ગુજરાતીના અપ્રસિદ્ધ પુસ્તકો શ્રીમદ્ભુ શ્રી અંબાલાલ ઉપર મોકલતા અને તેઓ તેની સારા અક્ષરે નકલ ઉતારી લેતા. જેમને તે નકલો અભ્યાસ અર્થે મોકલવાની સૂચના શ્રીમદ્ તરફથી થાય તેમને તે મોકલી આપતા. ખાસ કરીને શ્રીમદ્ભુના પત્રોની નોટો તેમણે ઘણી લખી રાખી હતી અને મુમુક્ષુ વર્ગમાં તે યોગ્ય જીવોમાં વંચાતી હતી. દ૨૨ોજ બે ત્રણ કલાક શ્રી અંબાલાલ સામાયિક લઈને લખવા બેસતા. મુમુક્ષુઓનું તે છાપખાનું, પુસ્તકાલય અને વિશ્રામસ્થાન બન્યા હતા. શ્રીમદ્ઘ કરતાં વધારે પત્ર-વ્યવહાર મુમુક્ષુઓને શ્રી | અંબાલાલભાઈ સાથે થતો, અને શ્રીમદ્ભુના દેહત્યાગ પછી તો તે જ બધા ' મુમુક્ષુઓને અવલંબનરૂપ હતા.
સંવત્ ૧૯૫૨ માં મુંબઈમાં પરમકૃપાળુદેવના ગાઢ સમાગમમાં આવતાં પરમકૃપાળુની અનંત કરુણાથી તેઓ અંતર્મુખ થયા હતા અને અંતર્મુખવૃત્તિ વર્ધમાન થતાં તેઓ આત્મસ્વરૂપને પામ્યા હતા.
શ્રી સૌભાગ્યભાઈ, શ્રી લલ્લુજી સ્વામી તથા શ્રી અંબાલાલભાઈ સ્વરૂપને પામ્યા છે એમ પરમકૃપાળુદેવે ચૈત્ર વદ ૪ ના સાંજના ધારસીભાઈને કહેલું.
સંવત્ ૧૯૫૨ માં આત્મસિદ્ધિશાસ્ત્રની રચના નડિયાદક્ષેત્રે કરતી વખતે અંબાલાલભાઈ હાથમાં ફાનસ ઝાલીને બે કલાક ઊભા રહ્યા અને એ બે કલાકમાં પરમકૃપાળુદેવે આત્મસિદ્ધિશાસ્ત્ર લખેલ. એક પ્રત અંબાલાલભાઈને આપવા કરુણા
થયેલ.
પરમકૃપાળુદેવે લખેલ બોધપત્રોનો અંબાલાલભાઈએ અથાગ પરિશ્રમથી
સંગ્રહ કર્યો હતો.
Scanned by CamScanner