________________
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત ઉદ્ધવજી વ્રજમાં ગયા. ત્યાંના લોકોએ શ્રીકૃષ્ણના સુખ-સમાચાર પૂછ્યા ઉદ્ધવજીએ લોકોને યથાયોગ્ય ઉત્તર આપ્યો.
પછી એકાંતમાં તેઓ ગોપાંગનાઓને મળી જ્ઞાનની વાતો કરવા લાગ્યા કે ભગવાન વાસુદેવ કોઈ એક સ્થાને નથી, પણ તે સર્વવ્યાપક છે. વિશ્વની સર્વ વસ્તુઓમાં ભગવાનના દર્શન કરો. ગોપાંગનાઓએ કહ્યું “ઉદ્ધવજી! આપની વાત સત્ય છે, પણ અમારામાં એટલી શક્તિ ક્યાં છે કે આપની ગૂઢ જ્ઞાનની વાતોને સમજી શકીએ? અમારી તો આંખોમાં પણ શ્યામસુંદર રહેલા છે. વૃંદાવનની સમસ્ત ભૂમિ અમને તો શ્રીકૃષ્ણની જ સ્મૃતિ કરાવે છે. અમે તો યમુના નદીના કિનારા, વન, પર્વત, વૃક્ષ અને લતાઓમાં તે શ્યામસુંદરનાં દર્શન કરીએ છીએ. આ વસ્તુઓને જોઈને તેની સ્મૃતિ મૂર્તિમાન થઈ અમારા હૃદયકમળમાં નાચવા લાગે છે.”
ગોપાંગનાઓનો આવો પ્રેમ જોઈને ઉદ્ધવજી પોતાના જ્ઞાનને ભૂલી જઈ આ પ્રમાણે બોલી ઊઠ્યા -
वन्दे नन्दव्रजस्त्रीणां, पादरेणुमभीक्ष्णशः । ___यासां हरिकथोद्गीतं, पुनाति भुवनत्रयम् ॥ અર્થ - હું આ ગોપાંગનાઓની ચરણઘેલિને ભક્તિભાવે વંદન કરું છું કે જેના વડે કરાયેલી હરિકથા ત્રણે લોકને પવિત્ર કરનારી છે.
(ર૪) ઉપમિતિ ભવપ્રપંચ કથા ઉપમિતિ ભવપ્રપંચ કથા ભારતીય સંસ્કૃત સાહિત્યમાં એક વિશાલ રૂપક ગ્રંથ છે. સાહિત્યની દ્રષ્ટિએ પણ એ રચના ઉત્તમ છે. આ ગ્રંથના કર્તા શ્રીમાન સિદ્ધર્ષિ ગણી છે. સિદ્ધર્ષિએ પોતાના ગુરુ શ્રી હરિભદ્રસૂરિની પૂજ્યભાવે સ્તુતિ કરી છે. સિદ્ધર્ષિએ ઉપમિતિ ભવપ્રપંચ કથા સં. ૯૯રમાં પૂરી કરી હતી. આ કથા પછી બીજા પણ આ પ્રકારના ગ્રંથો લખાયા છે, જેમ કે શ્રી યશોવિજયજી મહારાજે વૈરાગ્યશતક લખ્યો છે તેમ કોઈ બીજાએ મદનપરાજય નામનું નાટક લખ્યું છે.
(રપ) અંબારામ વડોદરા પાસે અનગઢ કાનવાડીના રહીશ. તેઓ જ્ઞાતિએ કલાલ હતા. એમની દારૂની દુકાન હતી. એક વખત તેઓ ભક્તિમાં બેઠા હતા ત્યારે દારૂ પીનારા દારૂ લેવા આવ્યા. તેઓ ભક્તિમાં એટલા લીન હતા કે ન ઊઠ્યા. દારૂ પીનારાઓએ ઘાંઘલ કરવાથી એમનું મન ખૂબ જ ઉદાસ થયું એટલે એ ઘંઘો છોડીને ઘર્મજ ગયા.
ત્યાં મંદિરમાં ભગવાનદાસ નામે એક સાથે હતા. એમની પાસે સાધુ થઈને રહ્યા. તેઓ નવા નવા ભજનો રચતા અને ગવડાવતા. “અંબારામ કાવ્ય” નામે એક પુસ્તક પણ પ્રસિદ્ધ થયું છે.
Scanned by CamScanner