________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૧૧
ભગવાન મહાવીરને કહી. ત્યારે ભગવાને કહ્યું, આનંદની વાત સત્ય છે. માટે તું આલોચના કર અને આ બાબત આનંદની ક્ષમા માગ. ગૌતમસ્વામી તરત જ આનંદ પાસે ગયા અને તેની નિઃસંકોચપણે ક્ષમા માગી. આ પ્રસંગ ઘણો મહત્વનો છે. આજના યુગમાં આવા ગુરુ શિષ્ય મળવા દુર્લભ છે. શ્રીમદ્ભુએ આ પ્રસંગ ઉપદેશછાયામાં સુંદર રીતે વર્ણવ્યો છે.
(૨૦) આમમીમાંસા
આ ગ્રંથ મહાન તાર્કિક શ્રી સમંતભદ્રાચાર્યનો છે. એમાં ૧૧૪ શ્લોક ભગવાનની સ્તુતિરૂપે છે, તથા દશ પરિચ્છેદો છે. દરેક પરિચ્છેદમાં ન્યાયનો વિષય છે. આ ગ્રંથના અભ્યાસથી ઈશ્વરસંબંધી અનેક શંકાઓનું નિરાકરણ થઈ જાય છે. ઈશ્વર (આસ) કોણ હોઈ શકે? તેનામાં કેવા ગુણો હોવા જોઈએ ? પદાર્થને એકાંત નિત્ય તથા એકાંત ક્ષણિક (વિનાશી) માનતાં શો વિરોધ આવે છે ? વગેરેનું આમાં બહુ સ્પષ્ટ વર્ણન છે.
વ્યાખ્યાનસાર ૨ પૃષ્ઠ ૭૭૪ પર શ્રીમદ્ભુએ આનો પ્રથમ શ્લોક ‘દેવાગમનભોયાંન’ ટાંક્યો છે અને તેનો વિસ્તારથી અર્થ કર્યો છે તે મુમુક્ષુઓ માટે કલ્યાણરૂપ છે. શ્રીમદ્ભુએ એનું ગુજરાતી ભાષાંતર કરવા પણ જણાવ્યું છે. એની સંસ્કૃત ટીકા પણ છે.
(૨૧) ઇંદ્રિયપરાજય શતક
આ એક વૈરાગ્યનો નાનો ગ્રંથ છે. એમાં ઇંદ્રિયોને વશ ન રાખવાથી કેવી દશા થાય છે તથા ઇંદ્રિયોને કેમ સ્વાધીન કરવી તેનો ખુલાસો કરેલો છે. એના પર સં.૧૬૬૪માં શ્રી ગુણવિનય ઉપાધ્યાયે સંસ્કૃત ટીકા લખી હતી. આનું ગુજરાતી ભાષાંતર થયું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ગ્રંથના સ્વાધ્યાયની ભલામણ કરેલી છે. (૨૨) ઉત્તરાધ્યયન
શ્વેતાંબર સમાજમાં આ આગમનો સારો પ્રચાર છે. ઘણા સાધુઓને એની ગાથાઓ પ્રાયઃ મોઢે હોય છે. એની અનેક સંસ્કૃત ટીકાઓ છે. એમાં જે વિષયો છે તે મુમુક્ષુઓને માટે અત્યંત હિતકારી છે. એનાં છત્રીસ અધ્યયનો છે. ગુજરાતી અનુવાદ પણ છપાઈને બહાર પડ્યો છે. શ્રીમદ્ભુએ આ આગમને વાંચવાની અનેક પત્રોમાં ભલામણ કરી છે કારણ કે ત્યાગવૈરાગ્યની તેમાં ઘણી કથાઓ છે. (૨૩) ઉદ્ધવજી (ઓઘવ, ઓઘા)
ઉર્જાવજી શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. જ્યારે શ્રીકૃષ્ણે વ્રજમાંથી મથુરા આવી કંસનો વધ કર્યો અને ત્યાં જ નિવાસ કરવા લાગ્યા ત્યારે તેમણે ઉદ્ધવજીને પોતાની પાસે બોલાવી ગોપાંગનાઓને સમજાવવા મોકલ્યા હતા.
Scanned by CamScanner