________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય આત્મસિદ્ધિ જ્ઞાનાવતાર રાજચંદ્ર પ્રભુએ કોઈક વિરલ નિકટ મોક્ષગામી જીવોના કરકમલમાં અને હૃદયકમલમાં અર્પણ કરેલ છે.
તેઓમાંના એક હતા મુનિદેવ શ્રી લઘુરાજસ્વામી. તેઓશ્રી દરેક મોક્ષમાર્ગજિજ્ઞાસુને આત્મસિદ્ધિનું અવગાહન કરવા અને તેમાં બોઘેલા માર્ગની પરમ પ્રેમપૂર્વક ઉપાસના કરવા જણાવતા. “આત્મસિદ્ધિ ચમત્કારી છે, લબ્ધિઓથી ભરેલી છે. મંત્ર સમાન છે. માહાન્ય સમજાયું નથી, છતાં દરરોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે તેમ છે.” એમ તેઓશ્રી વારંવાર કહેતા.
“આત્મસિદ્ધિ વિવેચન'માં તેના ગદ્યાર્થી અને વિવેચન આપેલ છે. પૂ. શ્રી બ્રહ્મચારીજીએ Self realisation નામે તેનો અંગ્રેજીમાં પદ્યાનુવાદ કરેલો છે. હિંદી, મરાઠી અને સંસ્કૃતમાં પણ પદ્યાનુવાદ થયેલ છે.
(૧૭) આત્માનુશાસન એ શ્રી ગુણભદ્રાચાર્યની એક વૈરાગ્યરસપૂર્ણ અપૂર્વ રચના છે. આદિપુરાણના કર્તા શ્રી જિનસેનાચાર્યના એ શિષ્ય હતા અને એમણે ઉત્તરપુરાણની રચના કરી છે. આ આત્માનુશાસનની અનેક ટીકાઓ થઈ છે. એમાં પંડિત ટોડરમલજીની હિંદી ટીકા ખૂબ પ્રસિદ્ધ છે. એનો ગુજરાતી અનુવાદ પણ થઈ ચૂક્યો છે. આ ગ્રંથને દિગંબર તથા શ્વેતાંબર બન્ને સંપ્રદાયો બહુમાનપૂર્વક વાંચે છે. આ ગ્રંથમાં એક સ્થળે શરીરની કૃતઘતા વિષે આચાર્ય લખે છે કે “સર્વ અશુચિના મૂળરૂપ શરીરને આ જીવ જ્યારે પૂજ્યપદે સ્થાપે છે ત્યારે તે આત્માને ચંડાળાદિ નીચ કુળમાં જન્મ કરાવી અસ્પૃશ્ય બનાવે છે.” શ્રીમદ્જીએ આ ગ્રંથ વાંચવાની ભલામણ કરી છે.
(૧૮) આનંદઘનજી. શ્રી આનંદઘનજીનું પૂર્ણ જીવનચરિત્ર મળતું નથી. અત્યારે જે કાંઈ ઉપલબ્ધ છે તે પ્રાયઃ કિંવદત્તિઓના આઘારે લખાયેલું છે.
એમની જન્મભૂમિ ક્યાં અને કઈ હતી અને તે કઈ જ્ઞાતિમાં જન્મ્યા હતા, તેનો નિર્ણય થવો અશક્ય છે. વર્તમાનમાં તેમના જે સ્તવનો મળે છે તે પરથી લોકો ભિન્ન ભિન્ન અનુમાન કરે છે. સ્તવનોમાં આવેલા શબ્દો પરથી તેમને કોઈ મારવાડ તથા કોઈ ગજરાતના નિવાસી માને છે. એટલું તો નિશ્ચિત છે કે આનંદઘનજી એક મહાન અધ્યાત્મયોગી હતા. તેઓ આ સંસારથી અતિશય ઉદાસીન થઈને લોકસંસર્ગથી ઘણા દૂર રહેતા.
તે સમયની ઘર્મની અવગત દશા જોઈને એમને ઘણી દયા આવી છે, તેથી એક સ્તવનમાં તેઓશ્રી લખે છે કે “ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા તત્ત્વની વાત કરતાં ન લાજે.” એમનું મૂળ નામ લાભાનંદ હતું. એમના સંબંધમાં એમ કહેવાય છે
Scanned by CamScanner