________________
૧૬
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત (૨૭) ઋષભદેવ ભગવાન જૈન શાસ્ત્રોમાં છ આરાનું વર્ણન આવે છે. તેમાં પ્રથમ ત્રણ આરાઓ (કાલા ભોગભૂમિના હોય છે એટલે તે કાલમાં માણસને ષકની આવશ્યકતા રહેતી નથી કલ્પવૃક્ષોથી સર્વ વ્યવહાર ચાલે છે. જ્યારે ત્રીજા આરાના ચોરાશી લક્ષ પૂર્વ અને ત્રણ વર્ષ સાડા આઠ માસ બાકી રહ્યા હતા ત્યારે અષાઢ માસની કૃષ્ણ ચતુર્દશીને દિવસે વજનાભનો જીવ કે જે ઋષભદેવ થવાનો છે તે સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી એવી નાભિ કુલકરની ભાર્યા શ્રી મરૂદેવાની કુક્ષિમાં અવતર્યો. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે પ્રાણીમાત્રના દુઃખનો નાશ થવાથી ગૈલોક્યમાં સુખ થયું. તીર્થકરોના ગભદિ સંબંધમાં જૈન શાસ્ત્રોમાં જે કથન છે તે પ્રમાણે થયા પછી ચૈત્રમાસની કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે મરૂદેવાએ પુત્રરત્નને જન્મ આપ્યો. તે સમયે સર્વ દિશાઓ નિર્મલ થઈ અને સ્વર્ગવાસી દેવતાઓની જેમ મનુષ્યો પણ આનંદ પામ્યા. સ્વર્ગલોકમાંથી સૌઘર્મેન્દ્ર આદિ ઇન્દોએ આવીને ભગવાનનો જન્માભિષેકમહોત્સવ કર્યો તથા ભગવાનને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય તેટલા માટે સેવામાં કેટલાક દેવોને મૂકીને ઇન્દ્રો પોતપોતાના સ્થાને ગયા. ભગવાન શુક્લપક્ષના ચંદ્રની સમાન વઘતા વઘતા યૌવનવયને પામ્યા. ભગવાનનું શરીર દેદીપ્યમાન સૂર્યની જેમ શોભતું હતું. રૂપ, જ્ઞાન તથા બળમાં પણ તેઓ અલૌકિક હતા. શનૈઃ શનૈઃ કલ્પવૃક્ષો ઓછાં થવા લાગ્યાં. તેથી લોકોની ઇચ્છા પહેલાંની પેઠે પૂર્ણ થતી નહીં. ખેતરોમાં અનેક પ્રકારની વનસ્પતિ ઊગી નીકળી. કલ્પવૃક્ષોના અભાવમાં લોકો પરસ્પર કજિયા કંકાસ પણ કરવા મંડ્યા. નવીન યુગનો પ્રારંભકાળ હોવાથી તે સમયની પ્રત્યેક વસ્તુઓના સંબંધમાં મનુષ્યો અજાણ હતા. તેથી તેઓ કાં તો આશ્ચર્ય પામતાં અથવા ભયા પામતાં. તે સમયના મનુષ્યોને વ્યવહારની કંઈ ગતાગમ ન હતી. અવધિજ્ઞાની ભગવાને ગૃહસ્થાવાસમાં પ્રજાને વ્યવહારઘર્મનો ઉપદેશ કર્યો. તેથી લોકોનું જીવન સુખી થયું. પોતાના પિતા નાભિરાજાના કહેવાથી અને પૂર્વકર્મયોગે ઋષભપ્રભુ સુનંદા તથા સુમંગળાને પરણ્યા.
હવે અનાસક્ત એવા પ્રભુ સાંસારિક સુખ ભોગવવા લાગ્યા. ભગવાનને ભરત, બાહુબલિ આદિ ૧૦૦ પુત્રો અને બ્રાહ્મી તથા સુંદરી એમ બે કન્યાઓ થઈ. પ્રભુને સાંસારિક સર્વ પ્રકારનું સુખ હતું. ઇન્દ્ર પણ ભગવાનની આજ્ઞાને માથે ચઢાવતો, દેવો સેવકની પેઠે હાજર રહેતા. છતાં ભગવાનની ઇચ્છા એ સર્વને ત્યાગવાની જ હતી.
એકદા ઇંદ્રના આદેશથી ભગવાનના દરબારમાં તેઓની સન્મુખ નાચ કરતી નીલાંજના નામની અપ્સરા, આય પૂર્ણ થવાથી મરણ પામી. કોઈ પ્રકારે રંગમાં ભંગ
Scanned by CamScanner