________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
૧૩ પરમકૃપાળુદેવે ખંભાતના સુપ્રસિદ્ધ મમ અંબાલાલભાઈને ઘર્મજ અંબારામ પાસે મોકલેલા. અંબાલાલભાઈએ અંબારામ સાથે ઘર્મવાર્તા કરી અને એમના જિજ્ઞાસા જોઈને પરમકૃપાળુદેવને પત્ર લખેલ. પરમકૃપાળદેવ અંબારામ સાથેના પૂર્વના સંસ્કાર સંબંધે પ્રેરાઈને કરુણાભાવે ઘર્મજ પઘાર્યા હતા અને ત્યાં મંદિરમાં ૮ દિવસ રહ્યા હતા. અંબારામે પરમકૃપાળુદેવના સત્સંગનો લાભ લીઘો, અને પરમકૃપાળુદેવ અંબારામને કરુણાભાવે પોતાનો ખેસ આપતા ગયા. તે ખેસ ઘણા વર્ષો સુઘી મંદિરમાં સચવાયેલો. પરમપુરુષના હાથે અપાયેલ ગમે તે વસ્તુ આત્મજાગૃતિમાં પ્રેરણારૂપ થાય છે.
પરમકૃપાળુદેવે પત્રાંક ૩૦૫ માં લખેલ છે કે અંબારામની માર્ગાનુસારી જેવી દશા હતી, પણ આત્મસ્વરૂપને પામેલ નહીં. સંવત્ ૧૯૫૭માં અંબારામનો દેહત્યાગ થયો હતો.
(૨૯) અંબાલાલ લાલચંદ જન્મ સંવત ૧૯૨૬; દેહત્યાગ સંવત ૧૯૬૩, ચૈત્ર વદ ૧૨. ખંભાતના સુપ્રસિદ્ધ મુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ જન્મથી જ બળવાન સંસ્કારી પરમાર્થના આરાધક પુણ્યાત્મા હતા. તેમના પિતાનું નામ મગનલાલ તથા ભાઈનું નામ નગીનભાઈ હતું. લાલચંદભાઈ વકીલ તેમના માતામહ હતા, પોતાને પુત્ર ન હોવાથી તેમણે અંબાલાલને દત્તક લીધેલા. સંવત્ ૧૯૪૫માં વૈશાખ માસમાં છગનલાલ બહેચરદાસના પુત્રના લગ્ન પ્રસંગે તે અમદાવાદ ગયેલા. પૂર્વના સત્યુણ્યના ઉદયે પરમકૃપાળુદેવના પૂર્ણ કૃપા-પાત્ર તીવ્ર મુમુક્ષુ શ્રી જૂઠાભાઈના સમાગમમાં આવતાં અત્યંત તીવ્ર જિજ્ઞાસા જોઈને શ્રી જૂઠાભાઈએ પોતાના ઉપર પરમકૃપાળુદેવે લખેલ બોઘપત્રો અંબાલાલને વાંચી સંભળાવ્યા.
શ્રી અંબાલાલભાઈને એ વચનામૃતોનું શ્રવણ થતાં જ પરમકૃપાળુદેવનાં દર્શનની તીવ્ર ઝંખના જાગી. જૂઠાભાઈએ કહ્યું કે પરમકૃપાળુદેવ પાસેથી આજ્ઞા મળ્યા પછી મુંબઈ જવાનું રાખશો. શ્રી અંબાલાલે અત્યંત અત્યંત તીવ્ર જિજ્ઞાસા ભાવે પત્રો લખ્યા. પાંચ છ પત્રો મળ્યા પછી પરમકૃપાળુદેવે દર્શનાર્થે મુંબઈ આવવાની આજ્ઞા આપી. પરમકૃપાળુદેવનો પત્ર મળતાં જ અંબાલાલભાઈ શ્રી ત્રિભુવનભાઈ સાથે મુંબઈ ગયા. ફરીથી પરમકૃપાળુદેવનાં દર્શન સમાગમ અર્થે ભાઈ ત્રિભુવનભાઈ ગયેલા. તેમની સાથે પત્રપ્રસાદીરૂપે પરમકૃપાળુદેવે મહાવીરના બોઘને પાત્ર કોણ?' એ શીર્ષક હેઠલ ૧૦ વચનામૃતો શ્રી અંબાલાલ માટે લખી આપ્યાં હતાં. તેથી અંબાલાલભાઈ અત્યંત આનંદ અને સંતોષ પામ્યા હતા અને પત્રવ્યવહાર ચાલુ રહ્યો હતો.
Scanned by CamScanner