________________
વ્યક્તિઓ તથા ગ્રંથોનો પરિચય
પ્
સ્વરૂપસ્થ થયા તે પરમશાંત સ્વરૂપ ચિંતવના) ભાવ, ચિંતવ, (કે જેથી તેવાં અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાધ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય.)”
આ ગ્રંથ પર શ્રી શ્રુતસાગરજીની એક સરલ સંસ્કૃતટીકા છે જેનો હિંદીમાં પણ અનુવાદ થઈ ચૂક્યો છે. અત્યારે છ પાહુડ પર સંસ્કૃત ટીકા મળે છે જે માણેકચંદ ગ્રંથમાળામાં પ્રકાશિત થઈ છે. અષ્ટ પાહુડનો ગુજરાતી અનુવાદ શ્રી રાવજીભાઈ દેસાઈએ કરેલો છે અને આશ્રમમાં મળે છે. (૧૨) અનુપચંદ મલુકચંદ
અનુપચંદ મલુકચંદ ભરૂચ (ભૃગુકચ્છ)ના એક મુમુક્ષુ હતા. જૈન સમાજમાં તે પ્રસિદ્ધ લેખક અને આગળ પડતા ઘાર્મિક ગૃહસ્થ હતા. તેમણે ‘પ્રશ્નોત્તર રત્નચિંતામણિ' નામનો ગ્રંથ લખ્યો છે; તેમાં શ્રીમદ્ રાજચંદ્રનો ઉલ્લેખ જ્યોતિષના વિષય પરત્વે બહુમાનપૂર્વક કરેલો છે. પત્રાંક ૭૧માં ભરૂચથી શ્રીમદ્ભુ લખે છે, “હું મારી નિવાસભૂમિથી આશરે બે માસ થયાં સત્યોગ, સત્સંગની પ્રવર્ઘનાર્થે પ્રવાસરૂપે કેટલાંક સ્થળોમાં વિહાર કરું છું.’
ભરૂચમાં શાસ્ત્રોનો સારો સંગ્રહ છે. અનુપચંદ શેઠને ત્યાં પણ શાસ્ત્ર-સંચય હતો. તેમને ઘેર શ્રીમદ્ભુ એક માસ રહ્યા હતા. તેમને સૂવા, બેસવાનું ઘર થોડે દૂર હતું. ત્યાંથી તેઓ અનુપચંદભાઈને ઘેર અવારનવાર જતા, ત્યારે કેટલાક ભાઈઓ સાથે પોતે શાસ્ત્રચર્ચા વાચન કરેલું હોય તે કહી બતાવતા, તે સાંભળી તેમને નવાઈ લાગતી અને તેમની કંઈક તાત્કાલિક મહત્તા લાગેલી; પણ પોતાને સમ્યદૃષ્ટિ અને શાસ્ત્રવેત્તા માનતા હોવાથી સામાન્યપણામાં તે કાઢી નાખેલું. જતી વખતે શ્રીમદ્ભુને થયેલું કે આટલી બધી ઘર્મપ્રવૃત્તિ કરતા છતાં તેમને અન્તર્દ્રષ્ટિ જાગી નથી, તો કંઈક ટકોર કરી હોય તો ઠીક, પરંતુ અનુપચંદભાઈની તથારૂપ રુચિ તથા સ્થિતિ ન જણાવાથી તે પ્રકારની પ્રેરણા કરવાની વૃત્તિ શ્રીમદે સંકોચી લીઘી; એમ પત્રાંક ૭૦૨માં તેઓએ જણાવ્યું છે.
સંવત્ ૧૯૫૨માં અનુપચંદભાઈ ગંભીર માંદગીથી ઘેરાઈ ગયા. તે વખતે તેમને ‘સમાધિમરણ કેમ થાય? કોની સલાહ તેમાં કામ આવે તેમ છે?” એવા વિચાર કરતાં કોઈ ઉપર દ્રષ્ટિ ઠરી નહીં; આચાર્યો, સાધુ, સાધ્વી, શ્રાવકોમાંથી કોઈ સહાયરૂપ, આધારરૂપ જણાયા નહીં. નિરાશાનાં વાદળોમાંથી આશાનું કિરણ સ્ફૂર્યું; જે મહેમાન પોતાને ઘેર રહ્યા હતા તેમના અતિશય જ્ઞાનની સ્મૃતિ થઈ, તેથી તે શ્રીમદ્ રાજચંદ્ર ઉપર મુંબઈ સમાધિમરણની માગણી કરતો એક પત્ર તેમણે લખ્યો. તેનો ઉત્તર પત્રાંક ૭૦૨માં છે. તે વખતે તો તે માંદગીમાંથી બચી ગયા. પણ સમાધિમરણની તેમની ભાવના સત્પુરુષની કૃપાદૃષ્ટિથી વધતી ગઈ.
Scanned by CamScanner