________________
વાત માની લીધી
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં ઉલ્લિખિત
(૯) અષ્ટક ' આ ગ્રંથના કર્તા મહાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ છે. તેઓએ આ ગ્રંથમાં બત્રીસ વિષયો પર આઠ આઠ શ્લોકો બનાવીને બત્રીસ અષ્ટકો રચ્યાં છે અને આ ઉત્તમ તથા સમજી શકાય તેવું વિવેચન કર્યું છે. તેમાં પ્રથમ અષ્ટક મહાદેવા નામનું છે તેમાં તે લખે છે કે
यः पूज्यः सर्वदेवानां, यो ध्येयः सर्व योगिनाम् । ___ यः स्रष्टा सर्वनीतीनाम्, महादेवः स उच्यते ॥१॥ અર્થ– જે સર્વ દેવોને પૂજવા લાયક છે, જે સર્વ યોગીઓને ધ્યાન ઘરવા લાયક છે તથા જે સર્વ પ્રકારની નીતિને બનાવનાર છે તે મહાદેવ કહેવાય છે.
આ શ્લોક તો એક નમૂનારૂપે અત્ર આપ્યો છે. આ પ્રમાણે બઘાં અષ્ટકો મધ્યસ્થતાપૂર્વક લખાયેલાં છે.
(૧૦) અષ્ટસહસ્ત્રી શ્રી વિદ્યાનંદ સ્વામીની અષ્ટમીમાંસા પર લખેલી ટીકાનું નામ અષ્ટસહસ્ત્રી છે. જૈન દર્શનના મુખ્ય સિદ્ધાંત સ્યાદ્વાદ પર આ ગ્રંથમાં પ્રૌઢતાપૂર્ણ કથન છે. અષ્ટ સહસ્ત્રી પર શ્રીમાનું યશોવિજયજીની પણ એક અપૂર્વ ટકા છે. વિદ્યાનંદ સ્વામી પૂર્વ અવસ્થામાં બ્રાહ્મણ હતા. એમણે અન્ય દર્શનોનું બહુ સારું અધ્યયન કરેલું જેથી તેઓ એક કુશળ વાદી પણ હતા. શ્રી વિદ્યાનંદજીએ તત્ત્વાર્થસૂત્ર ઉપર શ્લોકવાર્તિક નામની એક ન્યાયપૂર્ણ સુંદર ટીકા પણ રચી છે. એમનો સમય ઈસાની નવમી સદી
મનાય છે.
(૧૧) અષ્ટ પાહુડ (અષ્ટ પ્રાભૃત). આ પ્રાકૃત ગ્રંથ સ્વામી કુંદકુંદાચાર્યનો બનાવેલો છે. સ્વામીજીના અન્ય શાસ્ત્રોની પેઠે આમાં પણ અધ્યાત્મની જ પ્રઘાનતા છે. એના શ્રવણથી આત્માને આત્મશાંતિ મળે છે. એમના બઘા ગ્રંથોને દિગંબર જૈન સમાજ અતિશય આદરથી જુએ છે, તથા પ્રમાણભૂત માને છે.
આ ગ્રંથમાં આઠ અધિકારી છે. પ્રત્યેક અધિકારમાં ભિન્ન-ભિન્ન વિષયો પર સારી વિવેચના કરેલી છે. તે આઠ પાહડ (અઘિકાર) આ પ્રમાણે છે :- દર્શન, સૂત્ર, ચારિત્ર, બોઘ, ભાવ, મોક્ષ, લિંગ તથા શીલ.
શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રાંક ૯૧૩ માં આ અષ્ટપાહડમાંથી ભાવપાહુડની એક ગાયા ઉદ્ભૂત કરીને તેનો અર્થ પોતે લખ્યો છે તે આ પ્રમાણે છે –“ભયંકર તમા, તિર્યંચગતિમાં, માઠી દેવ તથા મનષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને
0 જિનભાવના (જિન ભગવાન જે પરમશાંતરસે પરિણમી
નરકગ પામ્યો, માટે હવે તો જિનભાવના (જિન ભગવાન
Scanned by CamScanner