________________
કરે છે. આત્માના આ અશુદ્ધ ભાવોને નિમિત્ત માત્ર કરીને પુદ્ગલો સ્વયં જ્ઞાનાવરણાદિ કર્મ રૂપે પરિણમે છે. (૧) જેમ લોહચુંબક પાસે રહેલું લોઢું (લોહચુંબક આકર્ષણની ક્રિયા ન કરતો હોવા છતાં) સ્વયમેવ ખેંચાઈને લોહચુંબકને વળગે છે તેમ (આત્મા પુદ્ગલોને ખેંચવાની ક્રિયા કરતો ન હોવા છતાં) રાગાદિભાવોથી કામણવર્ગણાના પુદ્ગલો સ્વયમેવ ખેંચાઈને આત્માને વળગે છે. (૨) જેમ તેલથી ચીકણા શરીરવાળાને ઊડતી ધૂળ સ્વયં ચોંટે છે, તેમ રાગ-દ્વેષથી ચીકણા બનેલા આત્માને સ્વયં કર્મરૂપ રજ ચોંટે છે. આમ, ઋજુસૂત્ર નયની દષ્ટિએ આત્મા સ્વ-અશુદ્ધભાવોનો કર્તા છે, પણ આદિ પૌગલિક ભાવોનો કર્તા નથી.
પ્રશ્ન : જો આત્મા પોતાના જ રાગાદિ ભાવોનો કર્તા છે તો તેને કર્મનો કર્તા કેમ કહેવામાં આવે છે?
ઉત્તર : જેમ વાદળ પાણી જ વરસાવે છે, છતાં ધાન્ય વરસાવનારું કહેવાય છે, કારણ કે પાણીથી ધાન્ય પાકે છે, તેમ આત્માએ કરેલા રાગાદિ ભાવોથી અવશ્ય કાર્મણવર્ગણાના પુગલો ખેંચાઈને આત્માને વળગે છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મ રૂપે પરિણમે છે. આથી કારણમાં કાર્યના ઉપચારથી (વ્યવહારથી) આત્મા કર્મનો કર્તા કહેવાય છે. પરમાર્થથી તો આત્મા રાગાદિ ભાવોનો જ કર્તા છે.
નૈગમ અને વ્યવહાર નય ઉપચારને – વ્યવહારને માને છે. આથી એ બે નયોની દષ્ટિએ તો આત્મા કર્મનો પણ કર્યા છે. આ બે નયો આત્માને કર્મનો પણ કર્તા માનવામાં બે યુક્તિ બતાવે છે. (૧) આત્માએ કરેલા રાગાદિ અશુદ્ધ ભાવોનું સુખ-દુ:ખાદિ ફળ કાલાંતરે આવે છે. આથી રાગાદિ રૂપ કારણ અને સુખ-દુ:ખાદિ રૂપ ફળની વચ્ચેના કાળમાં એવો કોઈ વ્યાપાર માનવો જોઈએ, કે જે ફળપર્યત રહીને સુખ-દુ:ખાદિ ફળ પ્રત્યે રાગાદિકની પૂર્વવૃત્તિના રૂપ કારણતાને જાળવી રાખે. એ વ્યાપાર તે જ કર્મ. આત્મા પ્રથમ રાગાદિ ઉત્પન્ન કરે, પછી કર્મ ઉત્પન્ન કરે. એ કર્મ દ્વારા આત્મા સુખ-દુઃખાદિ ફળ પામે. હવે બીજી યુક્તિ. (૨) આત્મામાં રાગાદિ ભાવો અને કર્મરૂપ પુદ્ગલ પર્યાયો ક્ષીર-નીરની જેમ એકમેક થઈને રહેલા છે. આથી આ રાગાદિ ભાવો છે કે આ કર્મ પુદ્ગલના પર્યાયો છે એવો ભેદ પાડવો મુશ્કેલ છે. એટલે જો આત્મા રાગાદિનો કર્તા હોય તો કર્મનો પણ કર્તા કેમ ન કહેવાય? આમ, રાગાદિની જેમ કર્મનું પણ કર્તુત્વ આત્મામાં
saidaitiariiY minimiiiiiiiiiiiiianis Twineerit
6
||માતા શાકાહાWaitalisis will |HimaisVianaissaintaiiiiiiiiiuYwaiiiitaaia