________________
જુદા નયની જુદી જુદી માન્યતા છે. આથી આપણે અહીં જુદા જુદા નયોની આત્માના કર્તૃત્વ સંબંધી કેવી માન્યતા છે તે વિચારી લઈએ, જેથી આ શ્લોકનો અને આ ગ્રંથમાં આવતા બીજા પણ આવા ભાવના શ્લોકોનો ભાવ સમજાઈ જાય.
શુદ્ધ દ્રવ્યાર્થિક નયની કે શુદ્ધનિશ્ચયનય (શુદ્ધ નિશ્ચયનય સ્વરૂપ સંગ્રહનય)ની દષ્ટિએ આત્મા કોઈ જ ભાવોનો કર્તા નથી. આ નયની દષ્ટિએ આત્મા પોતાના શુદ્ધ ભાવોનો પણ કર્તા નથી. આ નય આત્મા પોતાના શુદ્ધ ભાવોનો પણ કર્તા નથી. આ નય આત્માને કૂટસ્થ નિત્ય માને છે. (પ્રસ્તુતમાં કૂટસ્થ નિત્ય એટલે સ્વભાવની ઉત્પત્તિથી રહિત) આથી તેમાં શુદ્ધ સ્વભાવની ઉત્પતિ જ થતી નથી. જેની ઉત્પતિ જ ન હોય તેનો ઉત્પાદક પણ કયાંથી હોય? આ નયની દૃષ્ટિએ આત્મા તદ્દન ઉદાસીનની જેમ રહે છે. તે કશુંય કરવાની પ્રવૃત્તિ કરતો નથી. એટલે જેમ આકાશ તદ્દન ઉદાસીન હોવાથી કર્મથી લેવાતું નથી તેમ આત્મા પણ ઉદાસીન હોવાથી કર્મથી લેપાતો નથી. આ નયની દષ્ટિએ દરેક આત્મા સદૈવ શુદ્ધ સ્વભાવરૂપ જ છે. આત્મા અને શુદ્ધ સ્વભાવ એ એક જ વસ્તુ છે, દીપક અને તેની જ્યોતિ એક જ છે તેમ.
પ્રશ્ન : જો આત્મા કંઈ જ કરતો નથી તો જાણવાની ક્રિયા કરે કે નહિ?
ઉત્તર : આત્માને નવું ઉત્પન્ન કરવાની દષ્ટિએ નિષ્ક્રિય કહ્યો છે, નહિ કે જાણવાની દૃષ્ટિએ. જાણવામાં કંઈ નવું ઉત્પન્ન કરવાનું હોતું નથી. જેમ દીવો પ્રકાશ્યા કરે છે, પણ કશું નવું કરતો નથી, તેમ જ્ઞાનસ્વરૂપ આત્મા સહજ ભાવે જાણ્યા કરે છે, પણ કશું નવું કરતો નથી. આથી આત્મા અકર્તા છે.
પ્રશ્ન : આત્મા ભલે પરભાવનો કર્તા ન હોય, પણ સ્વશુદ્ધભાવનો કર્તા કેમ નહિ?
ઉત્તર : જો આત્મા સ્વભાવનો કર્તા હોય તો જે ક્ષણે તેણે સ્વભાવ ઉત્પન્ન કર્યો તેની પૂર્વેક્ષણોમાં તેમાં સ્વભાવ ન હતો એ સિદ્ધ થાય છે. કારણકે હોય તો ઉત્પન્ન કરવાની શી જરૂર? પૂર્વેક્ષણોમાં સ્વભાવ વિનાનો તો આત્મા જડ બની જાય. પછી ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં જડ બનેલો
કાળા કાકા કાકા aatalala Y ERા મ xilia Y Patilal
AISE EL: It It is Yરાજાશામાંsist
RE
E
કાણ