________________ निवेदन પછી જ્યારે પૂજ્ય મુનિરાજ શ્રી તસ્વાનંદવિજયજી મહારાજને મળવાને પ્રસંગ થયે ત્યારે આ ગ્રંથને પૂરે કરી આપવા માટે અમે તેમને વિનંતિ કરી અને તેઓએ તેને સહર્ષ સ્વીકાર કરીને આ કાર્યને ખૂબ જ પ્રેમપૂર્વક પૂરું કરી આપ્યું છે. તેઓએ ત્રણે વિભાગને સાંગે પાંગ પૂરા કરવા આદિથી અંત સુધી શ્રમ ઉઠાવ્યા છે. પ્રાકૃત-સંસ્કૃત વિભાગના સંશોધન પાછળ એક સમયે વર્ષો સુધી દરરોજ 7-8 કલાક તેમણે સતત કાર્ય કર્યું હતું. સદૂગત અમૃતલાલભાઈએ તેઓએ સાથે બેસીને જોયેલા ગ્રંથનો આંક હજારથી પણ વિશેષ થવા જાય છે. એક ભગીરથ કાર્ય જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તેનું સેવેલું આ સ્વપ્ન સાકાર થયેલું જેઈને અમને ઘણો આનંદ થાય છે. તેઓ બનેએ સાથે મળીને કરેલા મૃત આરાધનથી સમાજને અતિ શુદ્ધ અને સમૃદ્ધ સાહિત્ય પ્રાપ્ત થયું છે. અંદાજે 22 વર્ષ પહેલાં આ જ ગ્રંથમાળાના ભાગરૂપે તેમણે નમસ્કાર મહામંત્ર વિષે શાસ્ત્રોક્ત માહિતી આપતે સ્વતંત્ર ગ્રંથ તૈયાર કરાવ્યો હતો. તેમાં ખૂટતા અંશે પૂર્ણ કરીને પૂ. મુનિરાજ શ્રીસ્વાનંદવિજયજી મહારાજે તેને છપાવવા માટે અમને ઉત્સાહિત કર્યા છે. " નમસ્કાર અર્થસંગતિ” નામ આપીને એ ગ્રન્થનો અમે નમસ્કાર સ્વાધ્યાયનો આ વિભાગમાં સમાવેશ કર્યો છે. નમસ્કાર મંત્રનું સગપાંગ અને રુચિકર નિરૂપણ આપતી આ અર્થસંગતિ આ ગ્રંથમાળાનું મહત્વનું અંગ બની રહે છે. નમસ્કારને અનુલક્ષીને જે રચનાઓનું સંશોધન કરીને જે 116 સંદર્ભોને ત્રણ વિભાગમાં એકત્ર કરવામાં આવ્યા છે, તેમાં કેટલીક કૃતિઓ ખરેખર અદ્ભુત છે. નમસ્કાર વિશેની સંગ્રહિત માહિતી ઉપર ત્રણ વિભાગનો નિચોડ આવી જાય અને ત્રણે વિભાગમાં રહેલી વસ્તુને ટૂંકમાં છતાં સચોટ રીતે આવરી ત્યે તેવી એક સમીક્ષા આ ગ્રંથમાં જ પ્રગટ કરવાની અભિલાષા પ્રાકૃત વિભાગમાં કરવામાં આવી હતી. સર્જનાત્મક ચિંતન અને મહેનત માગી ચે તેવું આ કાર્ય છે. એ સમીક્ષાને સ્વતંત્ર કૃતિ તરીકે અનુકુળતાએ બહાર પાડવાની ભાવના રાખીને અત્યારે અમારા કાર્યને આ છે પાતળે ખ્યાલ આપવા પૂરતું સીમિત રાખીએ છીએ. તે હેતુથી અતિ વિસ્તાર કર્યા વગર પ્રાકૃત વિભાગના સંદર્ભે વિષે ફક્ત અંગુલિનિર્દેશ અને સંસ્કૃત વિભાગમાં રહેલી મહત્વની કૃતિઓ વિશે સંદર્ભવાર ટુંકી રૂપરેખા આપવાનો પ્રયાસ કરીશું. આ ગ્રંથમાં અપભ્રંશ તથા ગુજરાતી સંદર્ભે આપવામાં આવ્યા છે. તેમાં વાંચકોને સુગમ્ય થાય તે હેતુથી પૂ. મુનિરાજ શ્રી તવાનંદવિજયજી મહારાજે શ્રમ લઈને દરેક અપભ્રંશના સંદર્ભની વિરતારથી સમજૂતી તૈયાર કરી આપી છે. તેમાં શ્રી માન વિજ્યજી કૃત નમુક્કાર સઝાય ઉપર વાંચકેનું લક્ષ્ય ખેંચવામાં આવે છે. તથા ઉત્કૃષ્ટ ભાવધારા પ્રગટ થાય ત્યારે નમસ્કૃત કવિ હૃદય કેવી રીતે પ્રવાહિત થાય છે તે દૃષ્ટિએ