________________ ( 14 ) શ્રી મુનિપતિ ચરિત્ર. તે વાત નિવેદન કરી, અને કહ્યું કે –“કાલે ? સાંજે અમે ગાયો ચરાવીને આવતા હતા તે કે વખતે નગરીની બહાર ઉદ્યાનમાં કોઈ મુનિ રાજ ઉઘાડે શરીરે કાયોત્સર્ગ ઉભા હતા, ટાઢ : ઘણી હતી, જેથી અમોને દયા આવી, તેથી અમે તેમને વસ્ત્ર ઓઢાયું; પણ રાત્રીને વિષે કોઈ તેમની પાસે મૃતકને અગ્નિદાહ કર્યો છે, માટે વાયુના વેગથી મુનિને અગ્નિજ્વાળા લાગી છે, તેથી મુનિરાજનું સર્વ શરીર દગ્ધ થયું છે. માટે તમે કહે તે પ્રમાણે અમે ઓષધ ઉપચાર કરીયે.” ગોવાળીયાનાં એવાં વચન સાંભળીને કુંચિકશેઠ ત્યાં ગયો અને મુનિને પેન તાને ઘેર તેડી લાવ્યો. પછી ત્યાં રહેલા બી જ સાધુઓને તે વાત કહી અને તેમની સેવા કરવાનું કારણ કહી બતાવ્યું. સાધુઓયે કહ્યું - અમારાથી જે કાર્ય સિદ્ધ થાય એવું હોય તે કહે.” પછી કુંચિકશેઠે નગરમાં જઇ તે વાત મહેતાને કહી, તેથી સર્વ શ્રાવકે તેને ઘેર સાધુ પાસે આવ્યા, અને માંહોમાંહે વિચાર કરવા લાગ્યા કે –“મુનિરાજને ઔષધ શું કરવું ?" તેવારે એક વૈદ્ય ઉત્તર આપે કે –“મુનિનું શરીર અગ્નિથી દગ્ધ થયું છે, માટે લક્ષપાક તેલ P.P. Ac. Gunratnasuri M.S.