________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (81 ) વપૂર્વક પિતાની પુત્રી ચંડાળના પુત્ર મેતા ર્યને પરણાવી તેથી પ્રથમ સગાઈ કરે રાખેલી કન્યાઓ પણ તેણીના પિતાઓએ મેતાર્યને પરણાવી. આ પ્રમાણે નવ કન્યાઓને પતિ તે મેતાર્ય પોતાની પ્રિયાઓની સાથે અનેક પ્રકા૨ના ભેગ ભેગવવા લાગ્યા. - હવે દેવતાએ ફરીથી પ્રગટ થઈને મેતાર્યને દિક્ષા લેવાનું કહ્યું, એટલે તે મેતાર્યદેવને કહેવા લાગ્યો-“હે દેવ! મેં હમણાંજ પાણગ્રહણ કર્યું છે, માટે મને બાર વર્ષ સુધી સંસારનાં સુખ ભો ગવવાની આજ્ઞા આપ. દેવ તે વાત કબુલ કરીને પાછો પોતાને સ્થાનકે ગયો. હવે દૈગુદિક. દેવતાની પેઠે નવ સ્ત્રીઓની સાથે અનેક પ્રકારનાં વિષયસુખ ભોગવતાં બાર વર્ષ વ્યતિત થયાં, એટલે દેવતાએ ફરીથી આવીને મેતાર્યને દિક્ષા લેવાનું કહ્યું તે વખતે નવ સ્ત્રીઓએ બીજા બાર વર્ષની માગણી કરી. એ પ્રમાણે ચોવીશ વર્ષસુધી વિષયસુખ ભેગાવ્યા પછી દેવતાના કહેવા ઉપરથી ક્ષિણકર્મવાળા મેતાર્યો નવ સ્ત્રી સહિત શ્રી મહાવીરસ્વામિ પાસે ચારિત્ર અંગિકાર કર્યું. પછી વિશુદ્ધભાવથી ચારિત્ર પાળતાં અનુક્રમે ગીતાર્થ થયેલા તે મેતાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust