________________ ( 82 ) શ્રી મુનિપતિ ચરિત્ર. મુનિ ગુરૂની આજ્ઞાથી એકલવિહારપ્રતિમાને અં ગિકાર કરી ગામ ગામપ્રત્યે વિહાર કરવા લાગ્યા. એકદા વિહાર કરતા કરતા તે મુનિ રાજગૃહનગરપ્રત્યે આવ્યા, ત્યાં ગોચરીને અર્થે ભમતા એવા તે મુનિ એક સોનીને ઘેર ગયા; તે વખતે તેની શ્રેણિકરાજાના સુવર્ણના જવ પૂજન માટે બનાવતા હતા, તે પડતા મૂકીને મુનિને વહરાવવા ઉો, એટલામાં એક કચપક્ષી આવીને પેલા સુવર્ણના જવ ચરી ગયું. પછી ભિક્ષા દઈને બહાર આવેલા સોનીએ જવ દીઠા નહીં, તેથી તેણે મુનિને પૂછયું - “જવ ક્યાં ગયા? તમે લીધા છે કે બીજું કોઈ લઈ ગયું?” મુનિએ વિચાર્યું જે હું કહી દઈશ : તે એ કૈચપક્ષીને મારી નાંખશે, તેથી તેમણે ઉત્તર આપ્યો નહીં, એટલે સનીને મુનિ ઉપર ચેરની શંકા આવી; તેથી તેણે લીલી વાધરાવતી મુનિના મસ્તકને વીંટી તડકે ઉભા રાખ્યા, અને બીજી અનેક પ્રકારની તાડના કરી; પણ મુનિ સમભાવમાં લીન થઈ ગયા હતા. હવે વાધર સુકાવાથી મુનિની રગે ખેંચાણી, તેથી તેમનાં બન્ને નેત્રો નિકળી પડ્યાં. ૫રંતુ તેમનાં જ્ઞાનચક્ષુ નિર્મળ થવાથી અનુક્રમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .