________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (99) તાં પણ તેના પિતાએ તેને બળાત્કારે પરણવવાના વિચારથી તેનું સગપણ કર્યું. હવે એમ બન્યું કે કોઈએક દિવસે તે નગરીના કોટવાળે નાગનસુને દીઠી, તેથી મોહને વય થયેલા તેણે નાગવસુના પિતા પાસે માગું કર્યું, પણ પ્રિયમિત્રે પ્રથમથી સગપણ કરેલું હોવાથી કોટવાળને ના પાડી એટલે તે કેટવાળ નાગદત્ત ઉપર દ્વેષ રાખીને તેનાં છિદ્ર ખોળવા લાગ્યો. એકદા નગરીમાં ફરવા નિકળેલા રાજાનું કુંડળ કાનમાંથી રસ્તામાં પડી ગયું, તે રસ્તે થઈને નાગદત્ત જિનેશ્વરપ્રભુના મંદિરમાં દર્શન કરવા જતો હતો, ત્યાં તે પડી ગયેલારાજાના કુંડળને જોઈને ચકિત થઇ ગયે; તેથી તે નાગદત્ત તત્કાળ તે રસ્તે પડતા મુકી બીજે રસ્તે થઈને જિનમંદિરે ગયો, ને ત્યાં કાર્યો સર્ગ ધ્યાને રહ્યો - પછી નગરમાં ફરતા એવા કોટવાળના માણસેએ તે વાત કોટવાળને કહી, એટલે તેણે નાગદત્તને હણવાનો ઉપાય મળ્યો જાણી, અત્યંત હર્ષ પામી, તે કુંડળ જિનમંદિરમાં કાયોત્સર્ગ ધ્યાને રહેલા નાગદત્તના કાનને વિષે પહેરાવી, રાજા પાસે જઈ કુંડળના ચેરની હકીકત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust