________________ (108) શ્રી મુનિપતિ ચરિત્ર. ગુફામાં તેડી જઈ પોતાની પાસે બેસાર્યો; એટલામાં સિંહ ફાળ મારીને તે ઉપકાર કરનાર . પુરૂષને મારી નાંખ્યો. તેમ હે મુનિ ! એ સિંહની પેઠે તમે પણ ઉપકાર કરનાર ઉપર અ. પકાર કરનાર ન થાઓ. તેવારે મુનિપતિએ કહ્યું-“તું આવો મૃષાવાદ શામાટે કરે છે? સાંભળ, તે ઉપર કાષ્ટકશેઠનું મૃષાવાદ સંબંધી દ્રષ્ટાંત - રાજગૃહી નગરીમાં કાષ્ટક નામનો એક મહા ધનવંત શેઠ વસતે હતું, તેને વજા નામની સ્ત્રી હતી, તેઓને સાગરદત્ત નામે ન્હાને પુત્ર હતે. વળી તે શેઠના ઘરમાં તુંડિક નામનો પપટ, ઉત્તમ લક્ષણવાળી મદના નામે સારિકા, એક કૂકડે, અને એક ધાવમાતા, એ ચાર રન રૂપ વસતા હતા. એકદા કાષ્ટકશેઠ ઘરનો ભાર પોતાની પ્રિયા વજને સોંપી પોતે વ્યાપાર નિમિત્તે દેશાંતર ગયે, વજા દુરાચારિણી હતી, તેથી પાછળ પતિના બંધનથી મુક્ત થવાને લીધે તે કેઈએક પુષ્પબટુક નામના જાપુરૂષની સાથે મરજી પ્રમાણે વિષયસુખ ભોગવવા લાગી. પુષ્પબદ્રક પણ તેણીના ઘરમાં નિઃશંકપણે આવજાવ કરવા લાગ્યો. આ પ્રમાણે પુપૂબટુકને વારંવાર પિતાના શેઠના ઘરમાં આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust