Book Title: Munipati Charitram
Author(s): Maganlal Hathisang Shah
Publisher: Maganlal Hathisang Shah

View full book text
Previous | Next

Page 115
________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (117) છાત્મા પરિવ્રાજિકા! જે આ ગર્ભ મહારાથી રહેલ હોય તો તે ન્હા ઉદરમાં રહે છે, અને જો તે બીજા કોઈથી રહેલું હોય, તો ત્યારું ઉંદર ભેદીને બહાર નિકળજો.” મુનિરાજના સુખથી આવાં શ્રાપનાં વચનો નિકળતાંજ તત્કાળ તેણીનું ઉદર ભેદીને ગર્ભ બહાર નિકળી પડ્યા. તે વખતે પરિવ્રાજિકાને મૂર્છા આવવાથી તે પૃથ્વિઉપર પડી ગઈ. આ ચમત્કાર જોઈ સર્વ નાગરિકજનો આશ્ચર્ય પામ્યા. ક્ષણમાત્ર પછી પરિવ્રાજિકા સ્વસ્થ થઈ, ત્યારે તે મુનિને ક. હેવા લાગી કે –“હે પ્રભો ! મહારા ઉપર અનુગ્રહ કરે, કારણ આ નગરીના વિવોએ મને દ્રવ્ય આપી તમને કલંકિત કરવાનું કહેવું હેવાથી આ કામ કર્યું છે, માટે હવે મહારો અપરાધ ક્ષમા કરો.” આવાં તેણીનાં વચન સાંભળી મહા પ્રકોપિત થયેલા સાગરદત્તરાજાએ સર્વ વિપ્રોને નગરબહાર કાઢી મૂક્યા. આ પ્રકારને મુનિનો અભૂત પ્રભાવ જોઈ નગરના સર્વ લેકએ જૈનધર્મ અંગિકાર કર્યો. કાષ્ટક મુનિ પણ એ પ્રમાણે ધર્મને મહિમા વધારી શુદ્ધ ચારિત્રને પાળી અંતે મેક્ષ પામ્યા. તેમણે શ્રેષ્ટિન! તું પણ એમજ નિશ્ચય રાખ્યું કે, સા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118