________________ શ્રી મુનિપતિ ચરિત્ર. (15) લગીરી થાય છે. પછી સાગરદત્તરાજાએ પિતા રૂપ મુનિને પ્રણામ કરીને કહ્યું –“હે તાત! આ રાજ્ય આપ ગ્રહણ કરે, કારણ હું તે આપનો કિંકર છું.” મુનિએ કહ્યું –“હે વત્સ! હું રાગરહિત થયો છું, તેથી હવે મહારે રાજ્ય કાંઈ કામનું નથી. કારણ રાજ્ય, લક્ષ્મિ, પુત્ર, સ્ત્રી, અને પરિવાર, એ સર્વ વિનાશી છે.” મુનિનાં આવાં વચન સાંભળી સાગરદત્તરાજા જૈનધર્મમાં પરાયણ થયે. આ સર્વ હકીકત સાંભળીને વજા પુષ્પબટુકસહિત ત્યાંથી દેશાંતર નાશી ગઈ. ; પછી સાગરદત્તે મુનિના ઉપદેશથી પ્રતિબોધ પામી શ્રાવકનાં બારવ્રત અંગિકાર કર્યા, અને મુનિને આગ્રહ કરી પોતાની નગરીમાં ચામાસું કરવા રાખ્યા. તે વખતે ગુરૂમહારાજના ધર્મોપદેશથી કેટલાક હલકમ જીવો પ્રતિબંધ પામી જૈનધર્મ પાળવા લાગ્યા. રાજાએ નગરીની અંદર અનેક જિનમંદિરો કરાવ્યાં, તેમાં પ્રભુના પ્રતિબિંબની પ્રતિષ્ઠા કરી, વિવિધ પ્રકારની પૂજાઓ રચાવી. સ્વામિવાત્સલ્યાદિ બીજા અનેક ધર્મનાં કાર્યો કરી જૈનધર્મનો મહિમા વધાર્યો. આવી રીતે નગરને વિષે જૈનધર્મનું બહુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust