________________ શ્રી મુનિપતિ ચરિત્ર (113) ટને પણ તેવાજ મને પૂછયા. તે વખતે વજાએ પોતાના વસ્ત્રને વળ દઈને પોપટને સમજા વ્યો કે-“જે તું કહી દઈશ, તે તેને મરડીને ને મારી નાંખીશ.” આથી પિપટ ઘણો ભય પા મ્યો, અને જરાપણ બેલ્યો નહીં. શેઠે વારંવાર પૂછવા માંડયું, એટલે તેણે છેવટે કહ્યું“જે તમે મને પાંજરામાંથી મુક્ત કરે, તો હું સામેના વૃક્ષની ડાળઉપર બેસીને સર્વ વાત કહું; કારણ મને તમારી સ્ત્રી વજાને બહુ ભય લાગે છે. પછી શેઠે તેમ કર્યું, એટલે પિપટે વૃક્ષની શાખાઉપર બેશીને સર્વ હકીકત જાહેર કરી, અને પછી પોતે ઉડીને વનમાં જતો રહ્યો. પોપટના મુખથી સર્વ વાર્તા સાંભળીને સંસારથી વિરક્ત થયેલા કાષ્ટકશેઠે વૈરાગ્ય પ્રાપ્ત થવાથી સાત ક્ષેત્રને વિષે દ્રવ્ય વાપરી દિક્ષા ગ્રહણ કરી. વજા પણ પુષ્પબટુકસહિત રાજJહનગરમાંથી નાશી જઇ ચંપાનગરીમાં સુખથી રહેવા લાગી. - હવે તિવ્ર તપશ્ચર્યા કરતા એવા કાષ્ટકમુનિ વિહાર કરતા કરતા ચંપાનગરીમાં આવ્યા, ત્યાં તે દેવગે ગોચરીએ ફરતા ફરતા વજાના ઘરે જઈ ચડ્યા, તેમને ઓળખીને વજા વિચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust