________________ (106 ) શ્રી મુનિ પતિ ચરિત્ર. તે સિંહણના બાળકને ભક્ષણ કરી સુતેલી | હરિણીનું મુખ લોહીથી ખરડયું; પછી પોતે | સુઈ ગઈ. એવામાં સિંહણ આવી, તેણીએ બા ળક ન દેખવાથી શિયાણીને પૂછ્યું: “મહાકરો બાળક કયાં છે?” શિયાણીએ ઉત્તર આ એ-“જાણતી નથી, હરિણીને પૂછો.” સિંહણે હરિણીને જગાડીને પૂછયું. એટલે તેને ણીએ તે કહ્યું કે, “હું તે નિંદ્રામાં છું, મને કંઈ ખબર નથી. તેથી શિયાલણીએ કપટથી ક્રોધ કરીને કહ્યું –“અરે પાપણી! તું જ આ સિંહણના બાળકને ભક્ષણ કરી ગઈ છું છતાં કેમ જુઠું બોલે છે? કારણ હારૂં મુખ રૂધિરથી ખરડાયેલું છે; માટે ઝટ જેવું હોય તેવું સાચે સાચું કહી દે.” તેવારે હરિણીએ કહ્યું:–“અરે ક્રર સ્વભાવવાળી શિયાલણી! તું કહે છે મને, પણ ખરેખર આ સિંહણના બાળકને તેંજ ભક્ષણ કર્યો છે, અને મહારાઉપર ખોટું આળ મૂકે છે.” આવી રીતે બન્ને સખીઓને પરસ્પર વાદ કરતી જોઈને સિંહણે કહ્યું –“તમે વાદ શામાટે કરે છે, હું એક ઓષધી આપું તે ખાઈ જાએ, જે સાચી હશે તે જણાઈ આવશે. પછી સિંહણે વનમાં જઈ વમન કરાવવાની ઔષધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust